<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

સ્‍વામીના બફાટના વિરોધમાં ર દિ વિરપુર (જલારામ) બંધ

આજે અને કાલે વિરપુરની બજારો બંધ રહેશે : જ્ઞાનપ્રકાશ સ્‍વામી વિરપુર આવીને માફી ન માંગ તો આગળની રણનીતિ ઘડાશેઃ વિરપુર (જલારામ)માં મળેલી મીટીંગમાં નિર્ણય

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૪ : સ્‍વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ પૂ. જલારામ બાપા વિશે કરેલી અયોગ્‍ય ટીપ્‍પણીના વિરોધમાં આજે અને કાલે ર દિવસ વિરપુર (જલારામ) ગામ સજ્જડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્‍યો છે. આજે બપોરે વિરપુર(જલારામ) ખાતે વેપારી, આગેવાનો તથા બહાર ગામથી આવેલ રઘુવંશી સમાજના આગેવાનોની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

બે દિવસની અંદર જો જ્ઞાન પ્રકાર સ્‍વામી વિરપુર આવીને માફી ન માંગે તો આવનારા દિવસોમાં નવી રણનીતિ ઘડવામાં આવશે.

 ‘જ્‍યાં ટુકડો ત્‍યાં હરિ ઢુંકડો'  સૂત્રને સાર્થક કરનાર જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુરના પૂજ્‍ય સંત શ્રી જલારામબાપા વિશે અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ કરેલ નિવેદનનો એક વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે જેમને લઈને સમગ્ર ગુજરાત સહીત ઠેરઠેર રઘુવંશી સમાજમાં તેમજ પૂજ્‍ય જલારામ બાપાની જન્‍મભૂમિ અને કર્મભૂમિ વીરપુરમાં પણ રોષ ફેલાયો છે.

 સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્‍વામી હાલ વિવાદમાં સપડાયા છે,સ્‍વામીએ કરેલ ટિપ્‍પણી ને લઈને રઘુવંશી સમાજ અને પૂજ્‍ય જલારામબાપાના ભક્‍તોમાં આક્રોશ ફેલાયો છે,સાથે ટિપ્‍પણી બાદ  યાત્રાધામ વીરપુર આવતા લાખો ભક્‍તો સાથે રઘુવંશી સમાજના લોકો ગ્રામજનોમાં આક્રોશ સાથે વીરપુરમાં એક બેઠક યોજી રણનીત નક્કી કરાઇ હતી.

 વડતાલ સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍વામી જ્ઞાન પ્રકાશ સ્‍વામી એ જલારામબાપા મુદ્દે ટિપ્‍પણી કરવા હાલ વિવાદ માં આવ્‍યા છે,સાથે સ્‍વામીએ ટિપ્‍પણી કરતા કહ્યું હતું કે, જલારામબાપા ઇતિહાસ સ્‍વામી ગુણાતીતાનંદ સ્‍વામી સાથે જોડાયેલો છે,સાથે જલારામબાપા એ ગુણાતીતાનંદ સ્‍વામી પાસે આશિર્વાદ માગ્‍યા હોવાનો દાવો કર્યો હતો,તેમજ જલારામબાપા એ સ્‍વામી ગુણાતીતાનંદ પાસે સદાવ્રત કાયમી ના માટે ચાલે તેવા આશિર્વાદ આપ્‍યા હોવાનું કહ્યું હતું,અને કાયમીના માટે ભંડાર ભરેલ રહેશે તેવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્‍વામીએ આપ્‍યા હોવાનું નિવેદન જ્ઞાન પ્રકાશ સ્‍વામીએ કર્યું હતું.

સ્‍વામીએ આપેલ નિવેદન મુદ્દે પૂજ્‍ય જલારામબાપાના વંશજ અને પૂજ્‍ય જલારામ બાપાની જગ્‍યાના ગાદીપતિના લઘુબંધુ અને પૂજ્‍ય જલારામ બાપાના પરિવારજન પૂજ્‍ય ભરતભાઇ ચાંદ્રાણીએ આજથી બસો પાંચ વર્ષ પહેલાં પૂજ્‍ય જલારામબાપા એ અમરેલી જિલ્લાના ફતેપુર ગામના પૂજ્‍ય ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી મહાસુદ બીજના દિવસે અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી તેમજ પૂજ્‍ય જલારામ બાપાના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ હતા અને પૂજ્‍ય બાપા અવિરત પ્રભુ શ્રીરામ નામનું રટણ કરતા આ વાત પૂજ્‍ય જલારામબાપા ને માનનારા લાખો ભક્‍તો સત્‍ય જાણે છે,જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ કરેલ નિવેદનમાં પૂજ્‍ય જલારામ બાપાની જગ્‍યાના ગાદીપતિ અને પૂજ્‍ય જલારામ બાપાના પરિવારનું કોઈ સમર્થન નથી તેમ જણાવ્‍યુ હતુ.

સ્‍વામી જ્ઞાન પ્રકાશ દ્વારા કરેલ ટિપ્‍પણીને લઈને યાત્રાધામ વિરપૂરના ગ્રામજનો, રઘુવંશી સમાજ, આક્રોશ સાથે ભક્‍તોએ આ ટિપ્‍પણી ને વખોડી કાઢી હતી,તેમજ જલારામબાપા ઇતિહાસ વિષે આવી ટિપ્‍પણી ન કરવી જોઈએ સાથે સ્‍વામી પાસે કોઈ આવું સાહિત્‍ય હોય તો વીરપુર લઈને આવે,સાથે જલારામબાપા ઇતિહાસ માં ચેડાં ન કરવા ની માંગ સાથે સદાવ્રત ભોજલરામ બાપાના આશીર્વાદ ચાલે છે,તેમજ જ્ઞાન પ્રકાશે કરેલ ટિપ્‍પણી કદાચ સ્‍વામી તેના ધર્મના પ્રચાર માટે આવી ટિપ્‍પણી કરી હશે,સાથે સ્‍વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવીને જલારામબાપા ની માફી માંગે તેવી માંગ ગ્રામજનો ભક્‍તો અને રઘુવંશી સમાજ કરી રહ્યો છે,સાથે સ્‍વામીએ કરેલ ટિપ્‍પણી મુદ્દે વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે યાત્રાધામ વીરપુરના ગ્રામજનો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ, સંસ્‍થાઓ,સાથે એક બેઠક મળશે અને આ બેઠક માં ટીપ્‍પણી મુદ્દે રણનીતિ નક્કી કરવામાં આવી હતી.  (૯.ર૪)

જ્ઞાનપ્રકાશ સ્‍વામીના નિવેદનથી સર્વત્ર રઘુવંશી સમાજમાં રોષ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૪: જ્ઞાનપ્રકાશ સ્‍વામિએ કરેલ નિવેદન સામે સમગ્ર ગુજરાત સહીત રઘુવંશી સમાજમાં ઠેરઠેર રોષ ફેલાયો છે ત્‍યારે વીરપુરમાં પણ તમામ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જેમને લઈને વીરપુરના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્‍યું હતું કે વીરપુરમાં સવારે અગિયાર વાગ્‍યે ગ્રામપંચાયત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં વીરપુર વસતા તમામ જ્ઞાતીના તેમજ તમામ સમાજના સંસ્‍થાના આગેવાનો અને વેપારીઓ ઉપસ્‍થિત રહીને આગામી રણનીતિ નક્કી કરશે.

હાલ તો જ્ઞાનપ્રકાશ સ્‍વામી પોતાનું નિવેદન પરત ખેંચે અને વીરપુર પૂજ્‍ય જલારામ બાપાની જગ્‍યામાં આવી માફી માંગે તેવી પૂજ્‍ય જલારામ બાપાના ભક્‍તોમાં તેમજ ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

 

પુ.જલારામબાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્‍પણી કરીઃ ભરતભાઇ ગઢિયા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૪: અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ કરેલ નિવેદનથી યાત્રાધામ વિરપૂરના આગેવાનો અને ભક્‍તોમાં ભારે આક્રોશ સાથે રોષ જોવા મળી રહ્યો છે ત્‍યારે વીરપુર વેપારી એસોસિએશનના ભરતભાઇ ગઢિયાએ જણાવ્‍યું હતું કે સ્‍વામીએ કરેલ આ નિવેદનને અમે વખોડીએ છીએ અને આવું નિવેદન ન જોઈએ, સ્‍વામી પાસે કોઈ આવું સાહિત્‍ય હોય તો લઈને વીરપુર આવે. જગવિખ્‍યાત યાત્રાધામના સંત શિરોમણી પૂજ્‍ય જલારામબાપા વિશે કરેલ નિવેદનથી વીરપુરના વેપારીઓમાં પણ રોષ ફેંલાયો છે ત્‍યારે વીરપુરના વેપારી રમેશભાઈ ગઢિયાએ જણાવ્‍યું હતું કે આ નિવેદન પૂજ્‍ય જલારામ બાપાના ઇતિહાસ વિષે ચેડાં કરીને ટિપ્‍પણી કરી છે, પૂજ્‍ય જલાબાપાએ સદાવ્રતની શરૂઆત પોતાના ગુરુ પૂ. ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે, જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ કરેલ નિવેદન કદાચ તેના ધર્મના પ્રચાર માટે કર્યું હશે.

 

પૂ.જલારામબાપાને સત સત વંદનઃ જ્ઞાનપ્રકાશને બ્રહ્મજ્ઞાન થયુ અને માફી માંગી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૪: વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ માફી માંગતો વિડિઓ જાહેર કરીને માફી માંગી હતી,વિડિઓમાં સ્‍વામીએ કહ્યું હતું કે,જલારામબાપા ચરણોમાં સત સત વંદન,થોડા સમય પહેલા મેં એક બુકમાં પ્રસંગ વાંચ્‍યો હતો, એજ પ્રસંગ મેં એક મેગેજીનમાં પણ વાંચ્‍યો હતો, મને એવું લાગ્‍યું કે આમાં જલારામબાપા ખૂબ સારી વાત કરવામાં આવી છે, એટલે બાપાના મહિમા વિશે વાત રજૂ કરી હતી, સાથે અયોધ્‍યામાં જલારામબાપાની જગ્‍યા તરફ ધરવામાં આવતા થાળ અંતર્ગત વાત કરી હતી, ત્‍યારે કોઈપણ સમાજ કે વ્‍યક્‍તિની લાગણી દુભાણી હોય તો માફી માગું છું અને વિડિઓ પણ ડીલીટ કરી દીધો હોવાનું જણાવ્‍યું હતું.(૨.૯)

 

પૂ.જલારામબાપા નિરંતર રામનુ રટણ કરતા...

ભુખ્‍યાને ભોજન આપતાઃ ભરતભાઇ ચાંદ્રાણી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૪: જલારામ બાપાની જગ્‍યાના શ્રી ભરતભાઈ જયસુખભાઈ ચાંદ્રાણીએ કહ્યું છે કે પૂ.બાપા રામ ઉપાસક હતા. પૂ.બાપાએ ફક્‍ત અને ફક્‍ત ભોજલરામબાપાના આશિર્વાદથી આજથી ૨૦૫ વર્ષ પહેલા સદાવ્રત- અન્નક્ષેત્રની શરૂઆત વિરપુરમાં કરી. આ વાત બાપાને માનનારા લાખો ભક્‍તો વર્ષોથી જાણે છે. જગ જાહેર છે અને આ જ સત્‍ય છે. આ સિવાયની કોઈપણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂ.શ્રી રઘુરામબાપા તથા બાપાના પરિવારનું સર્મથન નથી. બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્‍યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આજ એમનું જીવન હતું, આ જ સત્‍ય છે. આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્‍યથી દૂર છે. જય સિયારામ.... જય જલારામ...

 

(11:51 AM IST)