તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 4th March 2025
દારુલ ઉલૂમ દેવબંધનો નવો ફતવો... સ્માર્ટફોન રાખવો હરામ, ફોન વાપરતા દેખાશે તો જપ્ત થશે

લખનૌ, તા.૪: ઇસ્લામી શિક્ષા કેન્દ્ર દારુલ ઉલૂમ દેવબંધ દ્વારા સ્માર્ટફોનના વિરોધમાં ફતવો બહાર પાડવામાં આવ્યો છે. દારુલ ઉલૂમને એવા સ્ટુડન્ટ્સ નથી જોઈતા જેઓ સ્માર્ટફોન રાખે છે. આથી ઇસ્લામી સ્ટુડન્ટ્સ માટે તેમણે એક ગાઇડલાઇન જાહેર કરી છે.
એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દારુલ ઉલૂમના શાગિર્દ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી, કોઈ પણ શાગિર્દ પાસેથી સ્માર્ટફોન મળશે તો એને જપ્ત કરી લેવામાં આવશે.
હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ઇસ્લામી શિક્ષણના નામે સ્ટુડન્ટ્સને સ્માર્ટ નહીં પણ કટ્ટર બનાવવામાં આવી રહ્યા છે? આ સંદર્ભમાં દેવબંદી ઉલેમા મૌલાના કારી ઇસહાક ગોરાએ જણાવ્યું હતું કે આ ફરમાનનો મતલબ સાફ છે કે દેવબંધ દારુલ ઉલૂમમાં જે ભણવા માગે છે તેણે સ્માર્ટફોન ભૂલી જવો પડશે, અહીં ઇસ્લામી તાલીમ લેવી હોય તો સ્માર્ટફોન નહીં ચાલે.
દારુલ ઉલૂમ મૅનેજમેન્ટે સ્ટુડન્ટ્સને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધું છે કે અહીં ઍડ્મિશન જોઈએ તો સ્માર્ટફોન રાખશો નહીં. સ્માર્ટફોનના પ્રતિબંધ વિશે એવી દલીલ આપવામાં આવી રહી છે કે સ્ટુડન્ટ્સ મોબાઇલ જોવામાં એવા મશગૂલ થઈ જાય છે કે તેમનું ભણવા પર ધ્યાન રહેતું નથી, આથી સ્માર્ટફોનના વપરાશ પર પ્રતિબંધ જરૂરી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
