News of Tuesday, 4th March 2025
ટ્રેડ વોર શરૂઃટ્રમ્પના દાવ પર ચીને કર્યો પલટવારઃ અમેરિકન આયાત પર ૧૫% ટેરિફ લાદશે
અમેરિકન કળષિ ઉત્પાદનોની આયાત પર ૧૦ થી ૧૫ ટકા અને અન્ય માલ પર ૧૦ ટકા

નવી દિલ્હી, તા.૪: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુએસ રાષ્ટ્રપતિએ કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ ટેરિફ આજથી અમલમાં આવ્યા છે.
આ સાથે અમેરિકાએ ચીનને પણ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ ચીનની તમામ આયાત પર ટેરિફ ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાની જાહેરાત કરી છે. અમેરિકાની આ જાહેરાત બાદ ચીને વળતો -હાર કર્યો છે. ચીને ઘણા અમેરિકન કળષિ ઉત્પાદનોની આયાત પર ૧૦ થી ૧૫ ટકાનો વધારાનો કર લાદ્યો છે. આ કિસ્સામાં, બેઇજિંગે કહયું કે તે અમેરિકાથી સોયાબીન, ડુક્કરનું માંસ અને અન્ય માલની આયાત પર ૧૦ ટકા ડયુટી લાદશે.
આ સાથે, ચીને જાહેરાત કરી કે અમેરિકન ચિકન, ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર ૧૫ ટકા ડયુટી લાદવામાં આવશે. ચીનના નાણા મંત્રાલયના એક નિવેદન અનુસાર, વધારાના શુલ્ક ૧૦ માર્ચથી અમલમાં આવશે. બંને દેશો વચ્ચે આ ટેરિફ વોર શરૂ થયા પછી, સંભવિત વેપાર યુદ્ધ શરૂ થયું છે.
અમેરિકાએ ચીની વસ્તુઓ પર ડયુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દીધી છે. આ પછી, ચીન દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક અલગ નિવેદનમાં કહયું હતું કે અમેરિકાના એકપક્ષીય ટેરિફ પગલાં વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને ચીન અને અમેરિકા વચ્ચેના આર્થિક અને વેપાર સહયોગના આધારને નબળી પાડે છે. તે જ સમયે, મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીન તેના કાયદેસર અધિકારો અને હિતોનું મજબૂત રીતે રક્ષણ કરશે.(૨૩.૨૩)
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
