<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર આવીને માફી માંગવા તત્પર : વડતાલમાં મીટીંગનો ધમધમાટ

રાજકોટ, તા., ૪ઃ પૂ. જલારામ બાપા વિષે અયોગ્ય ટીપ્પણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર આવીને માફી માંગે તેવી માંગ થઇ રહી છે ત્યારે આજે બપોરે વડતાલ ખાતે મીટીંગનો ધમધમાટ શરૂ થયો છે અને જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર આવીને માફી માંગવા તત્પર હોવાનું જાણવા મળ્યું છે.
જા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર આવીને પૂ. જલારામ બાપાની માફી માંગી લ્યે તો  આ પ્રકરણનો અંત આવી જશે. (૪.૨૯)

(4:32 PM IST)