<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

એકલતા દૂર કરવા પાળેલી બિલાડીના મૃત્યુથી વ્યથિત મહિલાએ સુસાઇડ કર્યું

 

લખનૌ, તા.૪: ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં ૩૨ વર્ષની પૂજા નામની એક મહિલાએ તેની પાળેલી બિલાડીના મૃત્યુના બે દિવસ બાદ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પૂજાનાં લગ્ન આઠ વર્ષ પહેલાં દિલ્હીના એક માણસ સાથે થયાં હતાં, પણ તેમના છૂટાછેડા થયા બાદ પૂજા બે વર્ષ પહેલાં તેની માતા ગજરાદેવી સાથે રહેવા પિયર આવી ગઈ હતી. એકલતા દૂર કરવા માટે પૂજાએ પિયર આવ્યા બાદ એક બિલાડી પાળી હતી અને તેની સાથે જ તે રહેતી હતી. ગયા ગુરુવારે આ બિલાડીનું મૃત્યુ થયું હતું, પણ પૂજાને આશા હતી કે બિલાડી જીવતી થઈ જશે. તેણે બિલાડીને દફન કરવાની પણ ના પાડી દીધી હતી. જોકે બે દિવસ સુધી બિલાડીની પાસે બેસી રહેવા છતાં બિલાડી જીવતી ન થઈ એટલે શનિવારે પૂજાએ તેની રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.

(4:07 PM IST)