<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

હવે UPIને વધુ એક દેશમાં મળી મંજૂરી :કતારમાં પણ UPI મારફત કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ

કતારમાં રહેતા ભારતીયો અને અન્ય લોકો માટે નાણાકીય વ્યવહારો વધારે સરળ બનશે.

કતારના દોહામાં હાલમાં યોજાયેલ વેબ સમિટ 2025 દરમિયાન એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ સિસ્ટમ (UPI) હવે કતારમાં પણ ઉપલબ્ધ થશે. આથી, કતારમાં રહેતા ભારતીયો અને અન્ય લોકો માટે નાણાકીય વ્યવહારો વધારે સરળ બનશે.

   UPI એ એક સરળ અને ઝડપી પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ ફોનના માધ્યમથી કોઈપણ વ્યકિતને તરત પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એમાં QR કોડ સ્કેન કરીને અથવા મોબાઇલ નંબર દાખલ કરીને તરત પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સરળ માર્ગ છે. આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે ખૂબ જ સફળ રહી છે, અને હવે કતારમાં પણ તેની સુવિધા ઉપલબ્ધ થશે. 

  ભારતના રાજદૂત વિપુલએ જાહેરાત કરી કે UPI હવે કતારમાં પણ શરૂ થવા જઈ રહી છે. કતાર નેશનલ બેંક (QNB) સાથે સંકલન પછી, આ પેમેન્ટ સિસ્ટમ લોકપ્રિય બનશે. આથી, કતારમાં રહેતા ભારતીયો માટે હવે ઘરથી દૂર નાણાકીય વ્યવહારો કરવું વધારે સરળ બનશે 

  UPI ની મદદથી, કતારમાં રહેતા ભારતીયો હવે સરળતાથી અને ઝડપથી નાણાકીય વ્યવહારો કરી શકશે. ભારતથી કતારમાં મકાન ભાડુ, વેપારનાં ખર્ચ અને દૈનિક લેણાદેણામાં કોઈ મુશ્કેલી નહીં આવી. આ સિવાય, ભારતીયો માટે હોટેલ, દુકાનો, અને અન્ય સેવાઓ માટે પેમેન્ટ કરવું પણ સરળ થશે. UPI હજુ સુધી માત્ર ભારતમા જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે આ પ્રણાલી 7 બીજા દેશોમાં પણ ઉપલબ્ધ છે જેમ કે શ્રીલંકા, મોરેશિયસ, ફ્રાન્સ, યુએઈ, સિંગાપોર, નેપાલ, ભૂટાન અને ટૂંક સમયમાં કતારમાં પણ UPI રોલઆઉટ થશે. 

  ભારત અને કતાર વચ્ચે સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી જોવા મળી રહી છે. વેબ સમિટમાં ભાગ લેનાર ભારતીય સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક મંચ પર પોતાનું ટેકનોલોજી પ્રદર્શન કરવાનો સારો અવસર મળ્યો. વેબ સમિટમાં ટોપ ટેક કંપનીઓ જેમ કે માઈક્રોસોફ્ટ, ગુગલ, સિસ્કો, ટિકટોક અને સ્નેપચેટની હાજરી હતી. આ અવસર પર, કતાર અને ભારત વચ્ચે વધુ સંકલન અને ભાગીદારી માટે સંકેત મળે છે.

(9:39 PM IST)