હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્માએ તેમના સંબંધો પૂરા કર્યા
અહેવાલ છે કે વર્ષોથી ડેટિંગ કરી રહેલા આ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો

મુંબઈ :એક સમયે રિલેશનશીપ ગોલ્સ આપતા અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્માએ અઠવાડિયા પહેલા જ તેમના સંબંધોને પૂરા કરયા હોવાનો અહેવાલ છે. વર્ષોથી ડેટિંગ કરી રહેલા આ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે પરંતુ હજી પણ તેઓ એક બીજા માટે રિસ્પેક્ટ અને એડમીરેશન શેર કરે છે.
મીડિયા અહેવાલો અનુસાર, કપલ તરીકે અલગ થયા હોવા છતાં તમન્ના અને વિજય ફ્રેન્ડ્સ રહશે બંને હાલમાં પોતપોતાના કરિયર પર ધ્યાન આપે છે. તેમનું બીઝી સ્કેડ્યુલ તેમને વ્યસ્ત રાખે છે. જ્યારે આ સમાચાર ઘણા ફેન્સ માટે આશ્ચર્યજનક છે. સૂત્રો સૂચવે છે કે આ નિર્ણય મ્યુચવલી લેવામાં આવ્યો હતો, અને તેમની વચ્ચે કોઈ સમસ્યા નથી.
તેમના સંબંધો 2023 માં લસ્ટ સ્ટોરીઝ 2 ના રીલીઝ આસપાસ જાહેર થયા, જે તેમનો પહલો પ્રોજેક્ટ એકસાથે હતો.
વિજય વર્માએ અગાઉ ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ ઇન્ટેનશનલી તેમના રિલેશનશિપને છુપાવતા નહોતા પરંતુ તેઓ પ્રાઇવસી જાળવવાનું પસંદ કરતા હતા. તેમણે ખુલાસો કર્યો કે રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માટે ઘણીવાર વધારે મેહનતની જરૂર પડે છે, જેમ કે જાહેરમાં ફરવા જવાનું ટાળવું અથવા ફ્રેન્ડ્સને ફોટોસ શેર કરવાથી રોકવા.
તમન્ના ભાટિયાએ પણ ફિલ્મ કમ્પેનિયન સાથેના એક ઇન્ટરવ્યુમાં વિજય સાથેના તેના રિલેશન વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, તેમનો બોન્ડ નેચરલી બન્યો હતો, અને તેમના સંબંધને ઓનેસ્ટીથી આગળ વધાર્યો. હંમેશા પોતાના કેરિયર પર ફોકસ્ડ રહેતી વ્યક્તિ તરીકે તમન્નાને આ રિલેશનશીપમાં કમ્ફર્ટ મળ્યો જ્યાં તે કોઈપણ નાટક વિના જેમ છે તેમ જ રહી શકે છે. તેણીએ કહ્યું કે તેને વિજયથી ખૂબ ખુશી મળે છે અને તે ખૂબ જ પ્રિય વ્યક્તિ છે તેના માટે.
એક ઇન્ટરવ્યૂમાં, વિજયે રિલેશનશિપ પ્રત્યેના પોતાના વિચારો જણાવ્યા, તેને ભાર મુક્તા કહ્યું કે, પ્રેમ બંધનમાં ન હોવો જોઈએ. તે અને તમન્ના બંનેએ એવું માન્યું હતું કે જો તેઓ ખરેખર એકબીજાની કંપનીને એનજોય કરતાં હોય તો તેમના રિલેશનશિપને છુપાવવાનું કોઈ કારણ નથી. જોકે, તે માને છે કે સમાજ કોઈ બીજાની પર્સનલ લાઇફમાં ઊંડો રસ ધરાવે છે ઘણીવાર પર્સનલ સંબંધો ખોટી ચર્ચાઓ અને અફવાવોનો ભાગ બની જાઈ છે.
જ્યારે તેમની લવસ્ટોરીનો અંત આવી ગયો હોવાના અહેવાલ છે, ત્યારે બંને કલાકારો હજુ પણ તેમની કેરિયરના ટોપ પર છે. વિજય વર્માને વિવિધ ફિલ્મો અને કેટેગરીમાં તેમના અભિનય માટે પ્રશંસા મળી રહી છે, જ્યારે તમન્ના ભાટિયા છેલ્લે 'સ્ત્રી 2' માં જોવા મળી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
