તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 5th March 2025
સુહાગરાત બાદ હનીમૂન પર ગયું કપલ, અડધા રસ્તેથી યુવક એકલો પાછો આવ્યોઃ ઘરે આવી પોક મુકી રડયો

મુઝફ્ફરપુર,તા.૫: હિન્દુ રીતિ રિવાજથી ૨૧ ફેબ્રુઆરીના રોજ એક લગ્ન થયા, જેમાં સીતામઢી જિલ્લાના અમિત કુમાર વરરાજા હતો અને તેની જીવનસંગિની હતી ખુશ્બુ કુમારી. છોકરીવાળા શિવહર જિલ્લાના બસંતપટ્ટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહે છે. લગ્ન પહેલા વર અને કન્યા એકબીજા સાથે વાત કરતા હતા અને ઘર પરિવારમાં આ લગ્નની સૌને ખુશી હતી. પણ અમિત કુમાર લગ્નના ત્રણ દિવસ બાદ હનીમૂન પર જવાનો તૈયાર હતો અને ખુશ્બુએ તમામ તૈયારી કરી લીધી હતી. બંને એક સાથે ઘરેથી બહાર નીકળ્યા અને મુઝફ્ફરપુર રેલવે જંક્શન પહોંચ્યા.
અમિત કુમારે જણાવ્યું કે, મુઝફ્ફરપુર રેલવે જંક્શન પર પહોંચ્યા ત્યાં સુધી બધું જ સામાન્ય હતું. અમે ૨૪ ફેબ્રુઆરીના રોજ બોકારો સ્ટીલ સિટી જવાનું હતું અને અમે સ્ટેશન પર પહોંચ્યા તો ટ્રેનમાં જગ્યા જોવા માટે હું થોડો ઝડપી ચાલ્યો પણ થોડા ડગલા ચાલ્યો કે વળીને જોયું તો ખુશ્બુ કુમારી હતી નહીં.નવી દુલ્હન રેલવે સ્ટેશન પર નહીં જોતા અમિત કુમાર ગભરાઈ ગયો. તેમણે પ્લેટફોર્મ, ટ્રેન અને રેલવે સ્ટેશન બહાર બધી જગ્યાએ શોધખોળ કરી, પણ ખુશ્બુ કુમારીનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યાર બાદ તે ઘરે પરત ફર્યો, કદાચ ખુશ્બુ અહીં આવી હોય, પણ ત્યાં દુલ્હન હતી નહીં.
સીતામઢી જિલ્લાના રહેવાસી અમિત કુમારે જણાવ્યું કે, ૨૧ ફેબ્રુઆરીના રોજ હિન્દુ રીતિ રિવાજથી જાનકી મંદિરમાં લગ્ન કર્યા હતા. શરૂઆતમાં લોકલાજના કારણે તેઓ ચૂપ રહ્યા, પણ હવે તેમણે પોલીસમાં ફરિયાદ આપી દીધી છે. તેમણે જાણકારી મળી છે કે ખુશ્બુ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને હવે સારણમાં કયાંક રહે છે.
પોલીસને આપેલા આવેદનમાં અમિત કુમારે જણાવ્યું કે, તેને સાથે છેતરપિંડી થઈ છે. ખુશ્બુ કુમારી પર અમિતે આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ થઈ રહી છે. સીતામઢી જાનકી મંદિરમાં બંનેના લગ્ન થયા હતા અને આ બંનેના બીજા લગ્ન હતા.(૪૦.૨)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
