News of Wednesday, 5th March 2025
વિરપુરની બજારો ખુલ્લીઃ સ્વામી રૂબરૂ આવીને માફી માંગશે
વિરપુર (જલારામ)ના ગાદિપતી પૂ. રઘુરામબાપાની અપીલ બાદ... : વડતાલના દેવપ્રસાદ સ્વામીએ યોગેશભાઇ ઉનકડટની અધ્યક્ષતામાં મળેલી લોહાણા સમાજની બેઠકમાં ખાત્રી આપતા મામલો થાળે પડયાનો માહોલ

વિરપુર (જલારામ) : પૂ. જલારામબાપા વિશે ટિપ્પણી કરતા વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ લોહાણા સમાજના હોદેદારો સાથે વિડીયો કોલથી માફી માંગી હતી. તે નજરે પડે છે. (તસ્વીર : કિશન મોરબીયા-વિરપુર (જલારામ) (પ-૧૧)
(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.પઃ પૂ.જલારામબાપા વિશે અયોગ્ય ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે સર્વત્ર ભારે રોષ છે ત્યારે વિરપુર (જલારામ)માં ગઇકાલથી ર દિવસ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. જો કે વિરપુર (જલારામ)ના ગાદિપતી પૂ.રઘુરામબાપાની અપીલ બાદ આજે સવારથી વિરપુર (જલારામ)ની બજારો ખુલ્લી ગઇ છે. અને વેપાર- રોજગાર ધમધમી રહયા છે. ગામના આગેવાનો સાથે વિડીયોકોલથી વાતચીત કરીને માફી માંગી હતી. જેથી હાલ મામલો થાળે પડયાનો માહોલ છે.
વડતાલના દેવ સ્વરૂપ સ્વામીએ અખિલ લોહાણા સમાજ- ગુજરાતનાં ઉપપ્રમુખ સહિત લોહાણા સમાજ તથા વિરપુર (જલારામ) દેવસ્વરૂપ સ્વામીએ વિડીયોકોલમાં જણાવ્યું હતું કે, પૂ.જલારામબાપાની અમે માફી માંગીએ છીએ અને લેખીતમાં માફી સાથે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર (જલારામ) ખાતે આવીને પૂ.જલારામબાપા અને પૂ.જલારામબાપા પરિવારની માફી માંગશે.
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજના આગેવાનો વચ્ચે આ બેઠક મળી હતી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
