<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

અમેરિકાથી નારાજ યુરોપિયન દેશો વધારશે સંરક્ષણ બજેટ હથીયાર વેચીને કમાણી કરવાની ભારત પાસે છે તક

 

નવી દિલ્‍હીઃ અમેરીકાના રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે સત્તા પર આવતા વેંત દુનિયાના કેટલાય દેશો અને સંગઠનો સાથે માથાકુટ ઉભી કરી છે. યુરોપિયન દેશોએ સ્‍પષ્‍ટ કહી દીધું છે કે નારો માટે તેઓ પોતાના તરફથી પણ વધારે રકમ આપે. તો યુરોપીયન દેશોએ પણ અમેરિકાની આશા છોડીને પોતાનું સંરક્ષણ બજેટ વધારવા પર ગંભીરતાથી પગલા લેવાનું શરૂ કરી દીધું છે. આ પરિસ્‍થિતીમાં ભારત માટે યુરોપીયન બજારમાં પોતાના સંરક્ષણ હથિયારો વેચીને તગડી કમાણી કરવાની સારી તક છે.

અમેરિકા અને યુરોપીયયન દેશોના સૈન્‍ય સંગઠન પર સૌથી વધુ ખર્ચ અમેરિકા કરે છે. આ વાત ટ્રમ્‍પને પસંદ નથી આવી રહી. આ સ્‍થિતીમાં જો ટ્રમ્‍પ આ સંગઠનમાંથી હાથ પાછા ખેંચી લે તો યુરોપયન દેશોએ પોતાનું ડીફેન્‍સ જાતે જ કરવું પડશે. તેના માટે તેમણે સંરક્ષણ બજેટ વધારવું પડશે. ભારત ઝડપથી હથિયારોનું મોટું સપ્‍લાયર બનીને ઉભરી રહ્યું છે.

વર્તમાન સમયમાં ભારતે પોતાની ડીફેન્‍સ નિકાસ વધારી છે. એટલે યુરોપીયન દેશો જો ઓછા ભાવમાં હથિયાર ખરીદવા માંગે તો ભારત એક  મોટું સપ્‍લાયર બની શકે તેમ છે. અને હથિયારો વેંચીને મોટી કમાણી કરી શકે છે. ભારત ઝડપભેર પોતાનું ડીફેન્‍સ ઉત્‍પાદન અને નિકાસ વધારી રહ્યું છે.

ભારતના રક્ષામંત્રાલય અનુસાર, ૧૦ વર્ષ પહેલા ૨૦૧૪-૧૫માં ભારતે ૧૯૪૧ કરોડના હથિયારો વેચ્‍યા હતા. દાયકાના હિસાબે જોઇએ તો ૨૦૦૪-૧૪ના દાયકામાં ભારતે ૪૩૧૨ કરોડના હથિયારો વેચ્‍યાં હતા. જ્‍યારે ૨૦૧૪-૨૪ના દાયકામાં તેણે ૮૮૩૧૯ કરોડ રૂપિયાના હથિયારો દુનિયાને વેચ્‍યા. આમ રક્ષા નિકાસમાં ૨૧ ગણો વધારો જોવા મળે છે.

(4:42 PM IST)