તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 6th March 2025
નવા પોર્ટના ઉપયોગ વખતે વેપારીઓએ હવે ફરી કસ્ટમ KYC કરાવવું નહીં પડે
ઈમ્પોર્ટર-એક્સપોર્ટર માટે કસ્ટમ KYC નિયમોમાં ફેરફાર કરાયા : નિયમો હળવા થતા SDBમાંથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં વધારો થશે

નવી દિલ્હી,તા.૬: ગત સોમવારે અમદાવાદ કસ્ટમ વિભાગે પ્રથમ વખત ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા વેપારી માટે કસ્ટમ કેવાયસીના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ નવા પોર્ટના ઉપયોગ વખતે ફરી વખત કસ્ટમ કેવાયસી કરાવવું પડનાર નહીં હોવાથી હીરા-ઝવેરાત ઈન્ડસ્ટ્રીને મોટી રાહત થઈ છે. કસ્ટમના નિયમો હળવા થતા હવે, એસડીબીમાંથી ઈમ્પોર્ટ-એકરાપોર્ટ વધવાની આશા વ્યક્ત કરવામાં આપી છે.
જીજેઈપીસી ગુજરાત રિજિયોનલના ચેરમેન જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, હવે કસ્ટમ્સ (વેરિફિકેશન ઓફ આઈડેન્ટી એન્ડ કલાવન્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૧ મુજબ કસ્ટમ કેવાયસી ફક્ત એકવાર કરવાનું હેશે. જે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શરૂ કરતા પહેલા પોર્ટ પર જ કરવાની રહેશે. આ મુદ્દે જીજેઈપીસી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, નવા આદેશને પગલે પક્રિયા ઝડપથી પૂર્ણ થશે અને એક્સપોર્ટને વેગ મળશે. આ આદેશથી સુરત અને મુંબઈથી હીરા-ઝવેરાતનું ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે. જો કોઈ વેપારી મુંબઈ કે જયપુરથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરતો હોય તો, તે વેપારી હવે સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત કસ્ટમ હાઉસમાંથી પણ સરવાથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરી શકશે. હવે, તેને અહીં ફરીથી કસ્ટમ કેવાયસી કરાવવી પડશે નહી. અગાર્ડ કસ્ટમ કેવાયસીમાં વધુ સમય વેડફાતો હોય વેપારી અગાઈ જે પોર્ટ પરથી ઈમ્પોર્ટ-એક્સ્પોર્ટ કર્યું હોય ત્યાં જ જવાનું પસંદ કરતા હતા.(૪૦.૩)
મુખ્ય મુદ્દાઓ
કસ્ટમ કેવાયસી પહેલાથી અન્ય પહેલાથી અન્ય પોર્ટ પર ચાઈ ગયું હોય તો ફરીથી કરાવવાની જરૂર
પ્રથમ વખત ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા વેપારીએ ૩૦ દિવસમાં જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે
કસ્ટમ બ્રોકર્સ અથવા જાતે ક્લીયન્સ કરનારા ઇમ્પોર્ટર કે એક્સપોર્ટરને જરૂર મુજબ સંબંધિત અધિકારીને જાણ કરવી પડશે
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
