<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

પાકિસ્‍તાન પીઓકે ખાલી કરે તો કાશ્‍મીર મુદ્દો હલ થશે

વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે લંડનના એક કાર્યક્રમમાં કહયું કે

લંડનઃ ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર હાલમાં બ્રિટનના પ્રવાસે છે અને લંડનમાં તેમણે એક કાર્યક્રમમાં એવી વાત કરી છે જેના પાકિસ્‍તાનને મરચાં લાગી ગયા હશે. વિદેશમંત્રીને લંડનના એક સ્‍વતંત્રનીતિ સંસ્‍થાન ચૈથમ હાઉસમાં કાશ્‍મીર મુદ્દા પર સવાલ પૂછયો તો ડો. એસ.જયશંકરે કહયું કે પાકિસ્‍તાન દ્વારા પીઓકે ખાલી કરવાથી કાશ્‍મીર મુદ્દો હલ થઇ જશે.

તેમણે વધુમાં કહયું કે કાશ્‍મીરમાં અમે મોટા ભાગના મુદ્દાઓ હલ કરવામાં સરૂ કામ કર્યુ છે. મને લાગે છે કે કલમ ૩૭૦ હટાવવી તે મહત્‍વનું પગલું હતું પછી, કાશ્‍મીરમાં વિકાસ, આર્થિક ગતિવિધી અને સામાજીક ન્‍યાય બહાલ કરવો એ બીજું પગલું હતું. ચુંટણી કરાવવી, જેમાં સૌથી વધુ મતદાન થયું, તે ત્રીજુ પગલું હતું હવે અમે જે રાહ જોઇ રહયા છીએ તે કાશ્‍મીરનો એ હિસ્‍સો પરત મેળવવાનું છે, જે પાકિસ્‍તાનના ગેરકાયદે કબ્‍જા હેઠળ છે. જયારે તે થઇ જશે, હું તમને આશ્‍વાસન આપું છું કે કાશ્‍મીર મુદ્દો હલ  થઇ જશે.

આ પહેલા પણ દિલ્‍હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમ્‍યાન વિદેશ મંત્રી જયશંકરે કહયું હતું કે પીઓકે બાબતે બસ એટલું કહી શકુ કે આ દેશનો દરેક રાજકીય પ એ સુનિヘીત કરવા કટીબધ્‍ધ છે કે પીઓકે જે ભારતનો ભાગ છે, ભારતમાં પાછો આવે આ આપણી રાષ્‍ટ્રીય કટીબધ્‍ધતા છે. (૩૬-૭)

(4:24 PM IST)