News of Thursday, 6th March 2025
દેવભૂમિ ઉત્તરાખંડની ભૂમિ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલીઃ નરેન્દ્રભાઇ
પીએમ મોદી ઉત્તરાખંડમાં: હર્ષીલ ખાતે મુખીમઠમાં ગંગા મૈયાની પૂજા કરી

દેહરાદુન તા. ૬: નરેન્દ્રભાઇ આજે ઉત્તરાખંડની મુલાકાતે છે. અહીં પીએમ મોદીએ મુખવામાં આવેલા મુખીમઠમાં મા ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ પર પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ સવારે ૧૦.૪૦ વાગ્યે એક પગપાળા યાત્રા અને બાઈક રેલીને લીલીઝંડી આપી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી હર્ષિલમાં એક જાહેર કાર્યક્રમને સંબોધન કરશે.
અહીં ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શીતકાલીન પર્યટન કાર્યક્રમ શરુ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ પહેલા જ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથના શીતકાલીન સ્થળોની યાત્રા કરી ચુકયા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક અર્થવ્યવસ્થા, હોમસ્ટે સહિત પર્યટન વ્યવસાયોને વધારવાનો છે.
પીએમ મોદીની આ મુલાકાત અગાઉ ૨૭ ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત હતી. જોકે, હવામાન અને અન્ય કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીની આજની મુલાકાત સંદર્ભે, જિલ્લા વહીવટીતંત્રે હર્ષિલમાં પ્રસ્તાવિત જાહેર સભાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેમાં મુખવામાં ગંગા મંદિરમાં પૂજાનો પણ સમાવેશ થાય છે. મુખવામાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે ગામના મુખ્ય રસ્તાઓ અને ચોકને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
મુખવા ગામ હર્ષિલથી ૨ કિમી દૂર આવેલું છે, જે ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ ૭૫ કિમી દૂર છે. મુખવાને મા ગંગાનું શિયાળુ નિવાસસ્થાન કહેવામાં આવે છે, જ્યાં ગંગોત્રી ધામના યાત્રાળુ પુજારીઓ સહિત લગભગ ૪૫૦ પરિવારો રહે છે. ગંગોત્રી ધામના દરવાજા બંધ થયા પછી, શિયાળા દરમિયાન ૬ મહિના માટે માતા ગંગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. મુખવા ગામમાં ૬ મહિના દરમિયાન ખૂબ જ ચહલ પહલ હોય છે. દરવાજા ખુલ્યા પછી, આખું ગામ ગંગા ભોગ મૂર્તિ સાથે ભવ્ય વિદાય કાર્યક્રમ સાથે ગંગોત્રી પહોંચે છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
