News of Thursday, 6th March 2025
મહિલા દિવસ નિમિત્તે ભાજપ સરકાર આપી શકે છે મોટી ભેટ
૮ માર્ચે મહિલાઓના ખાતામાં આવશે ૨૫૦૦ રૃપિયા :મુખ્યમંત્રી રેખા ગુપ્તા ૮ માર્ચે મહિલાઓના ખાતામાં ૨૫૦૦ રૃપિયા મોકલવાની યોજના શરૃ કરી શકે છે

નવી દિલ્હી, તા.૬ :આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ભાજપ સરકાર મહિલાઓને મોટી ભેટ આપી શકે છે. દિલ્હીની ભાજપ સરકારે કહ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર મહિલાઓના ખાતામાં ૨૫૦૦ રૃપિયા મોકલવાની યોજના શરૃ કરી શકે છે.
ભાજપે ચૂંટણી પહેલા જ વચન આપ્યું હતું કે દિલ્હીની જરૃરિયાતમંદ મહિલાઓના ખાતામાં ૨૫૦૦ રૃપિયા મોકલવા માટે મહિલા સમૃદ્ધિ યોજના શરૃ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજના મહિલા સન્માન યોજના જેવી જ હશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ માટે અરજીની પ્રક્રિયા શું હશે અને કેવી રીતે અરજી કરી શકાશે.
દિલ્હી સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સહાયની રકમ સીધી લાભાથીઆર્ેના બેંક ખાતામાં મોકલવાની યોજના બનાવી રહી છે. ૮ માર્ચે રાષ્ટ્રીય રાજધાનીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમ દરમિયાન કેટલાક પાત્ર લાભાથીઆર્ેને નાણાકીય સહાય મળી શકે છે.
દિલ્હીની કઈ મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૃપિયાનો લાભ મળશે તે અંગે દિલ્હીની ભાજપ સરકારે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે એવો અંદાજ છે કે આ યોજનાના લાભાથીઆર્ે પણ દિલ્હીની અન્ય યોજનાઓની જેમ જ હશે. આવી સ્થિતિમાં સરકારી નોકરીમાં કામ કરતી મહિલાઓ, આવકવેરો ભરતી મહિલાઓ અથવા દિલ્હીની અન્ય કોઈ યોજનાનો લાભ લેતી મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૃપિયાનો લાભ નહીં મળે. દિલ્હીમાં પહેલેથી જ ચાલી રહેલી ઘણી યોજનાઓ અને સેવાઓ માટે તમારે ફક્ત ઇ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા જ અરજી કરવાની રહેશે. પરંતુ તમે ત્યારે જ અરજી કરી શકો છો જ્યારે તમારી પાસે ઈ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ પર નોંધણી માટે યુઝર આઈડી અને પાસવર્ડ હોય. તમે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા જ લોગીન કરી શકશો. આ પછી જ દિલ્હી સરકારના તમામ વિભાગોની યોજનાઓ અને સેવાઓ માટે અરજી કરવાનો વિકલ્પ ખુલશે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
