News of Saturday, 8th March 2025
૧૦ માસ પછી પણ જીએસટી અપીલના કેસ ચલાવવામાં ઠાગાઠેયા થતા વેપારીઓ પર વધી રહેલું વ્યાજનું ભારણ
સ્ટેટ જીએસટીના અધિકારીઓની મનમાની આગળ વેપારીઓ લાચાર બની ગયા : સેન્ટ્રલ જીએસટીમાં અપીલના કેસનો ઝડપથી થતો નિકાલ જ્યારે સ્ટેટ જીએસટીમાં ઉલટીગંગા

મુંબઇ,તા.૮: અપીલમાં વેટના કેસ ચાલતા હોવાના કારણે સ્ટેટ જીએસટીના અધિકારીઓ અપીલના કેસ ચલાવવામાં ગોકળગાયની ગતિએ કામગીરી કરતા હતા. જોકે હાથમાં વેટ અપીલના કેસ પણ બાકી નહીં હોવા છતાં અધિકારીઓની ઓડાડાઈને કારણે સ્ટેટ જીએસટીમાં અપીલના કેસ ચલાવવામાં નહીં આવતા વેપારીઓના માથે આર્થિક ભારણમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ અધિકારીઓની મનમાની આગળ વેપારીઓ લાચાર બની ગયા છે.
વર્ષ ૨૦૧૭-૧૮થી અત્યાર સુધીમાં ઈ વેબિલ, રીટર્નના ડેટામાં મીસમેચ, આરસીએમ નહીં ચૂકવ્યો હોય તે સહિતના કેસમાં વેપારીએ અપીલ કરી હોય તો તેનો નિકાલ કરવામાં ઠાગાઠયા કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ કેસ જ ચલાવવામાં આવતા નહીં હોવાનો બળાવો વેપારીઓ ઠાલવી રહ્યા છે. તે માટેનુ કારણ એવુ પણ છે કે અધિકારીએ કરેલી કાર્યવાહી સાથે વેપારીએ સૌથી પહેલા અપીલમાં જવાનુ હોય છે. અપીલમાં જવા માટે વેપારીએ પહેલેથી જ ૧૦ ટકા રકમ ભરપાઈ કરી દેતા હોય છે. તેમજ જ્યાં સુધી કેસનો નિકાલ નહી થાય ત્યાં સુધી ટેક્સની રકમ પર વ્યાજનું ભારણ વધતુ જાય છે. તેમ છતાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ અપીલના કેસ ચલાવવામાં વેપારીઓને ભારે પરેશાન કરી રહ્યા છે. ગણતરીના એકાદ બે સિવાયના કેસ ચલાવવામાં આવતા નહીં હોવાના સેવાના લીધે વેપારીઓની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે તેનાથી ઉલટું સેન્ટ્રલ જીએસટીમાં અધિકારીઓ દ્વારા અપીલના કેસનુ ઝડપથી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે, ત્યારે વેપારીઓમાં એવી એવી પણ પણ ચર્ચા થઈ રહી છે કે કાયદો એક હોવા છતાં તેના અમલીકરણ માટે અલગ અલગ નિયમો પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી હોવાના લીધે જ વેપારીઓને ઈન્સપેક્ટર રાજનો અનુભવ સ્ટેટ જીએસટીમાં થઈ રહ્યો છે.(૪૦.૯)
અપીલના કેસના નિકાલ માટેની મર્યાદા નક્કી થવી જોઇએ
જીએસટીમાં સમયમર્યાદાના નિયમો બનાવવામાં આવ્યા નહીં હોવાના લીધે ઇન્સપેક્ટર રાજનો અનુભવ વેપારીઓને થઇ રહ્યો છે. તેમાં પણ જીએસટી લાગુ થયા બાદ આપીલના કેસનો નિકાલ ઝડપથી કરવામાં આવતો નથી. તેમાં કેટલાક કેસનો વર્ષ ૨૦૧૭-૧૮ના એટલે કે જીએસટી લાગુ થયા બાદ આજદિન સુધી તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ વાતને સાત વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતા હજુ પણ આવા કેસ પેન્ડીંગ છે. આ કારણોસર દર મહિને વેપારીઓના માથે વ્યાજનુ ભારણ વધી રહ્યું છે. તેના લીધે જ અપીલના કેસનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે તે માટેની સમયમર્યાદા નક્કી કરવામાં આવે તો જ પરિસ્થિતીમાં સુધારો થઇ શકે તેમ છે.
અપીલના કેસ ઝડપથી ચાલશે તો વેપારીની તકલીફ દૂર થશે
જીએસટીમાં અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવે તો વેપારીઓને હાણમાં જે તકલીફ પડી ૨હી છે તેનુ નિરાકરણ આવી શકે. તેમ છે. જોકે આ માટે વખતો વખત રજુઆત કરવામાં આવી હોવા છતા તેનું નક્કર પરીણામ આવ્યું નથી. આ કારણોસર વેપારીઓએ દર મહિને વ્યાજ ચુકવવામાં વધારો થાય છે. આ તમામ સમસ્યાને ધ્યાને રાખીને અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી કાયમી વ્યવરથા કરવી જોઇએ.
-ટેક્સ કન્સલ્ટન્ટ
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
