News of Saturday, 8th March 2025
ટોરોન્ટોના પબમાં અંધાધૂંધ ગોળીબાર: 11 લોકો ઘાયલ : પોલીસ હુમલાખોરને શોધવામાં વ્યસ્ત
ઘટના પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઈવ પાસે બની:આરોપી સ્થળ પરથી ફરાર: ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા

ટોરોન્ટો. કેનેડાના ટોરોન્ટોમાં શુક્રવારે રાત્રે એક પબમાં થયેલા ગોળીબારમાં 11 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ ઘટના પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઈવ પાસે લગભગ 10.30 વાગ્યે બની હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી કે આરોપીનો ઈરાદો શું હતો. સાથે જ ફાયરિંગ માટે કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળની નજીક રહેતા લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
