News of Sunday, 9th March 2025
ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ચેમ્પિયન બની : પીએમ મોદીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા

ભારતીય ટીમે રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું ભારત કુલ પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને ત્રીજી વખત ટાઇટલ જીતવામાં સફળ રહ્યું છે. વર્ષ 2017માં પાકિસ્તાને ભારતનું સપનું તોડી નાખ્યું હતું, પરંતુ આઠ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ટ્રોફીને ફરીથી ઘરે લાવી રહી છે.
પીએમ મોદીએ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા
ભારતીય ટીમે રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે સાતમી વખત ICC ટૂર્નામેન્ટ જીતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 6 બોલ બાકી રહેતા ટાઇટલ મેચ જીતી લીધી હતી. ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ વિનિંગ ફોર ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ફરી એકવાર ફાઇનલમાં હારી ગઈ છે
252 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી થઈ હતી. ગિલ 50 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. થોડા બોલ બાદ વિરાટ કોહલી બે બોલમાં માત્ર એક રન બનાવીને LBWમાં ફસાઈ ગયો હતો. રોહિત 83 બોલમાં 76 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 62 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. તેણે અક્ષર સાથે 61 રનની ભાગીદારી કરી પરંતુ 39મી ઓવરમાં સેન્ટનરનો શિકાર બન્યો. અક્ષર 40 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા 18 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને કાયલ જેમિસને આઉટ કર્યો હતો. કેએલ રાહુલે 33 બોલમાં અણનમ 34 રનની શાનદાર ઇનિંગ રમી હતી

(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
