<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ અથડામણ : તોડફોડ અને આગચંપી બાદ બે સમુદાયો વચ્ચે તણાવ

ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત પર મહુ શહેરમાં શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ:જામા મસ્જિદ રોડ પરથી જુલુસ પસાર વિવાદ : જામા મસ્જિદ માર્ગ, પટ્ટી બજાર અને શહેરના અન્ય વિસ્તારોમાં ભારે પથ્થરમારો :ટોળાએ વાહનોમાં તોડફોડ કરી અને પેટ્રોલ બોમ્બથી ફાયરિંગ પણ કર્યું

મધ્યપ્રદેશમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઉજવણી કરવા આવેલા લોકો પર અન્ય સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 
   આ ઘટના મધ્યપ્રદેશના મહુ શહેરમાં બની હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ઈતિહાસ રચ્યો ત્યારે કેટલાક લોકોએ તેની ઉજવણી માટે શહેરમાં સરઘસ કાઢવાનું શરૂ કર્યું. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.

  દરમિયાન શહેરના જામા મસ્જિદ રોડ પરથી જુલુસ પસાર થયું ત્યારે અન્ય સમાજના લોકો સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. આ પછી એક ચોક્કસ વર્ગના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા અને વિરોધ કરવા લાગ્યા.

  કોઈ કંઈ સમજે તે પહેલા ટોળા સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો. આ પછી શહેરના પાટડી બજાર, માર્કેટ ચોક, માણક ચોક, શાકભાજી માર્કેટ, ગફાર હોટલ અને કનોટ રોડ પર પથ્થરમારો થયો હતો. રસ્તાઓ પર હાજર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

  ટોળાએ કેટલીક દુકાનોને પણ આગ ચાંપી દીધી હતી. જામા મસ્જિદ રોડ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેની માહિતી મળતાની સાથે જ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ બેકાબૂ ભીડ વેરવિખેર થઈ ગઈ અને અલગ-અલગ ભાગોમાં વહેંચાઈ ગઈ.

  મોડી રાત્રે લખાય છે ત્યાં સુધી એડિશનલ એસપી રૂપેશ દ્વિવેદી, એસડીઓપી દિલીપ સિંહ ચૌધરી, મહુ કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાહુલ શર્મા, કિશનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કુલદીપ ખત્રી, બરગોંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લોકેન્દ્ર સિંહ હિહોર સહિત ચાર પોલીસ સ્ટેશનના દળો સ્થળ પર તૈનાત હતા.

  ઉપરાંત ફાયર બ્રિગેડ પણ અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતું રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જો કે સ્થિતિ પણ કાબુમાં છે


 

(12:29 AM IST)