News of Monday, 10th March 2025
એશિયામાં બાળ વિવાહનો દર સૌથી વધુ બાંગ્લાદેશમાં છે
૧૮ વર્ષ પહેલા જ પરણાવી દેવામાં આવે છે દીકરીઓ : ભારતમાં ૨૦થી ૨૪ વર્ષની વયની આશરે ૧.૫૬ કરોડ મહિલાઓ એવી હતી જેના લગ્ન ૧૮ વર્ષની વય પહેલા થઈ ગયા હતા

ઢાકા, તા.૧૦ : દુનિયામાં આજે પણ બાળ વિવાહની સમસ્યા વિશ્વના અલગ અલગ ભાગોમાં ગંભીર બનેલી છે. ખાસ કરીને થર્ડ વર્લ્ડ જેવા દેશોમાં. ભારત પણ બાકાત નથી. ભારતમાં ૨૦થી ૨૪ વર્ષની વયની આશરે ૧.૫૬ કરોડ મહિલાઓ એવી હતી જેના લગ્ન ૧૮ વર્ષની વય પહેલા થઈ ગયા હતા, પરંતુ હાલમાં છપાયેલા એક રિપોર્ટે ચોંકવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, એશિયામાં બાંગ્લાદેશ બાળ લગ્નમાં નંબર વન દેશ છે, જ્યારે નાઈજર આખી દુનિયામાં પહેલા નંબર પર છે.
આ રિપોર્ટનું શીર્ષક છે, ‘‘ગર્લ્સ ગોલ્સઃ વ્હોટ હેવ ચેન્જિસ ફોર ગર્લ્સ? એડોલસેન્ટ ગર્લ્સ રાઇટ્સ ઇન ૩૦ ઇયર્સ,'' આ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અસરે યૂનિસેફ, સંયુક્ત રાષ્ટ્ર મહિલા અને પ્લાન ઇન્ટરનેશનલ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, એશિયામાં બાળ વિવાહનો દર સૌથી વધુ બાંગ્લાદેશમાં છે, જ્યાં ૫૦ ટકાથી વધુ છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની આયુષ્ય પહેલા જ કરી દેવામાં આવે છે. આ ચિંતાજનક આંકડા બાંગ્લાદેશને આ ખતરનાક પ્રથાથી ઝઝૂમી રહેલા વિશ્વના ટોપ દેશોમાં સામેલ કરે છે.
કિશોરીઓને સશક્ત બનાવવા માટે રોકાણના મહત્વ પર ભાર દેતા રિપોર્ટમાં કહ્યું કે, આ પ્રકારના રોકાણથી ન માત્ર વ્યક્તિ સશક્ત બને છે, પરંતુ સમુદાયો અને રાષ્ટ્રોના આર્થિક વિકાસ અને સ્થાયિત્વમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળે છે. રિપોર્ટમાં ૧૯૯૫માં બીજિંગ ઘોષણાપત્ર બાદથી દેશો દ્વારા કરવામાં આવેલી પ્રગતિનું આકલન કર્યું. તેમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સારસંભાળ સુધી પહોંચ સહિત વિવિધ વિસ્તારોમાં થયેલી પ્રગતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં બાંગ્લાદેશમાં કિશોરીઓની સામે આવતા સતત પડકારો, વિશેષ રૂપે અસમાનતાઓ, હિંસા, સીમિત શૈક્ષણિક અને આર્થિક અવસરોના સંબંધમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી. બાંગ્લાદેશમાં યૂનિસેફની પ્રતિનિધિ રાણા ફ્લોવર્સે પરિવર્તન પર ભાર આપ્યો. તેણે કહયું કે, ‘‘દેશમાં કિશોર છોકરીઓ એક સમૃદ્ધ બાંગ્લાદેશમાં યોગદાન આપવા માગે છે, જ્યાં તે અવસરોને અપનાવી શકે અને પોતાના દેશને આગળ વધારવામાં મદદ કરી શકે. છતાં પણ ભેદભાવ અને અવરોધો તેને અને તેના દેશને પાછળ ધકેલતી રહી છે.''
રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશમાં કિશોરીઓ માટે માધ્યમિક શિક્ષણ પૂરું કરવાનો દર ૫૯.૨૨ ટકા છે. અધ્યયનમાં એ પણ જણાવવામાં આવ્યું કે, બાંગ્લાદેશ એ સાત દેશોમાંથી એક છે જ્યાં ડિજિટલ કૌશલ્યવાળી કિશોરીઓ અને યુવા મહિલાઓની તુલનાએ ૨ ટકા કે તેનાથી ઓછા છે, જેનાથી તેની તકો વધુ સીમિત થઈ ગઈ છે. રિપોર્ટમાં કેટલીક સકારાત્મક વાતો પણ છે. તેમાં જણાવાયું છે કે ૧૫ વર્ષીય કિશોરીઓની વૈશ્વિક જીવન અપેક્ષા વધીને ૭૯.૧ વર્ષ થઈ ગઈ છે, જે ૪.૫ વર્ષનો સુધારો દર્શાવે છે. હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસી અભિયાન જેવી પહેલોએ લાખો બાંગ્લાદેશી કિશોરીઓને ગર્ભાશયના કેન્સરથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જે દેશમાં મહિલાઓમાં મૃત્યુનું મુખ્ય કારણ છે.(૨૩.૭)
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
