News of Monday, 10th March 2025
રાહુલ ગાંધીએ અમદાવાદનાં કમલા કેફેમાં બાજરા પિત્ઝાનો સ્વાદ માણ્યા
કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ ખાનગી હોટેલના સ્ટાફ તેમજ મહિલા કાર્યકરો કર્યું લંચઃ રાહુલગાંધીની જીભે ચઢયો ‘બાજરા પિત્ઝા'નો સ્વાદ

નવી દિલ્હી તા.૧૦: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધીની આ મુલાકાતના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મુલાકાત વખતે તેમણે અહીં આવેલા એક પિત્ઝા પ્લેસની મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્પેશિયલ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો, જેના વીડિયો સામે આવ્યા છે.
ગુજરાતની મુલાકાત દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલગાંધીએ ખાનગી હૉટેલના સ્ટાફ તેમજ મહિલા કાર્યકરો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. મહિલા દિવસે મહિલાઓ સાથે રાહુલ ગાંધી હોટેલમાં બાજરા પિત્ઝા'નો સ્વાદ માણ્યો હતો. રાહુલ ગાંધી અને મહિલાઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં પાર્ટી કાર્યકરો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભૂતપૂર્વ ઉમેદવારોને સંબોધન કર્યું, જ્યાં તેમણે ગુજરાતની મુલાકાત લેતી વખતે તેમને એક મોટી સમસ્યાનો ખુલાસો કર્યો. પાર્ટી કાર્યકરોના મેળાવડાને સંબોધતા, ગાંધીએ કહ્યું કે અહીંના નાસ્તા પ્રત્યેના પ્રેમને કારણે રાજ્યની મુલાકાત દરમિયાન તેમનો વજન વધે છે. ‘‘ગુજરાતમાં મને એક મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. હું અહીં આવીને મારું વજન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરું છું, પણ મને ખબર નથી કે તમે લોકો શું કરો છો...તમે મને કોઈ રેસ્ટોરન્ટમાં લઈ જાઓ છો, મને ગુજરાતી નાસ્તા ખવડાવશો, અને હું એક કિલો વજન વધારી દઉં છું. ગુજરાતના લોકો માટે ખૂબ પ્રેમ,'' રાહુલ ગાંધીએ કહ્યું.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
