News of Monday, 10th March 2025
જસ્ટિન ટ્રુડોના ઉત્તરાધિકારી બનશે માર્ક કોર્ની
કેનેડાને મળશે નવા વડાપ્રધાન કોર્ની બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર પદ પર રહી ચુકયા છે

ઓટાવા,તા.૧૦: છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોથી ઘેરાયેલા રહેલા કેનેડાના વાળા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાન્યુઆરી મહિનામાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, હાલ તેઓ કાર્યકારી વડાપ્રધાન છે. પરંતુ હવે કેનેડાને નવા વડાપ્રધાન મળવાના છે, લિબરલ પાર્ટીએ સર્વાનુમતે પક્ષના નેતા તરીકે માર્ક કોર્ની પસંદગી કરી છે. કોર્ની હવે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. કોર્ની બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર પદ પર રહી ચુકયા છે.
રવિવારે યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીના લગભગ ૧ લાખ ૫૨ હજાર સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. કોર્નીના સમર્થનમાં લગભગ ૮૬ ટકા મત પડ્યા હતાં. પાડોશી દેશ યુએસએ કેનેડા પર ટેરિફ લગાવી ટ્રેડ વોર શરુ કરી છે અને કેનેડામાં આ વર્ષે ચૂંટણી યોજવાની છે, ત્યારે કોર્નીની ભૂમિકા મહત્વની રહેશે.
લેબર પાર્ટીએ પાર્ટીના નેતા તરીકે તેમના નામની જાહેર કરતાની સાથે જ કોર્ની મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટો કરશે અને ટેરિફના વિવાદને યોગ્ય રીતે હેન્ડલ કરશે.
ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી દેતાં પક્ષને આ ચૂંટણી યોજવી પડી હતી. કોર્નીના વડાપ્રધાન બનતાની સાથે જ કેનેડામાં ટ્રુડોના ૯ વર્ષના શાસનનો અંત આવશે.
માર્ક કોર્નીનો રાજકીય ઇતિહાસ રહ્યો નથી, તેઓ કયારેય કોઈ ચૂંટણી લડ્યા નથી. મહત્વની વાત એ છે કે કોઈપણ રાજકીય પળષ્ઠભૂમિ વિના કેનેડાના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. માર્ક કોર્નીનો જન્મ ૧૯૬૫ માં ફોર્ટ સ્મિથમાં થયો હતો. હાર્વર્ડમાંથી તાાતક થયા બાદ તેમણે ગોલ્ડમેન સૅક્સમાં ૧૩ વર્ષ સુધી કામ કર્યું. ૨૦૦૩ માં, તેઓ બેંક ઓફ કેનેડાના ડેપ્યુટી ગવર્નર બન્યા. વર્ષ ૨૦૦૪ માં, તેમને નાણાં મંત્રાલયમાં જવાબદારી સોંપવામાં આવી અને ૨૦૦૮ માં તેઓ ફરીથી ગવર્નર બન્યા.
કોર્નીએ ૨૦૦૮-૨૦૦૯ ના આર્થિક સંકટ દરમિયાન કેન્દ્રીય બેંકની આગેવાની કરી. વર્ષ ૨૦૧૩ માં તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટિશ ગવર્નર બન્યા. તેઓ બે ઞ્૭ બેંકોના વડા બનનારા પ્રથમ વ્યક્તિ છે. ૨૦૨૦માં બેંક ઓફ ઈંગ્લેન્ડ છોડ્યા પછી તેઓ નાણા અને આબોહવા પરિવર્તન માટે યુએન રાજદૂત બન્યા.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
