<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

હોળીના દિવસે પંજાબ, હરિયાણા, યુપી, દિલ્‍હી, રાજસ્‍થાનમાં વરસાદ પડશે

નવી દિલ્‍હીઃ વેધરની ખાનગી સંસ્‍થા સ્‍કાયમેટ જણાવે છે.આજથી એક પછી એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પહાડો તરફ આવશે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન પહાડોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ૧૨ માર્ચથી વરસાદ શરૂ થશે. હોલિકા દહનના દિવસે પંજાબ, હરિયાણા, ઉત્તર પヘમિ ઉત્તર પ્રદેશ, દિલ્‍હી અને રાજસ્‍થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. વાદળો અને વરસાદને કારણે આ રાજ્‍યોના કેટલાક વિસ્‍તારોમાં હોળીના દિવસે તાપમાનમાં ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે. ૧૦ અને ૧૧ માર્ચે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં પણ ૧૧ અને ૧૨ માર્ચે વરસાદ પડી શકે છે. ૧૩ અને ૧૪ માર્ચે ગોવા સહિત મહારાષ્‍ટ્રના દક્ષિણ કિનારા પર હળવો વરસાદ પડી શકે છે.(૩૮.૨૧)

(3:20 PM IST)