તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 10th March 2025
અમેરિકાના પેનેસેલ્વીનીયામાં વિમાન તુટી પડયું : એક જ પરિવારના ૫ લોકો સવાર હતા
પ્લેનનો કાટમાળ પાર્ક કરેલ કાર ઉપર પડતા ઘણા લોકો ઘાયલ

ન્યુયોર્ક, તા.૧૦: અમેરિકાના પેનેસેલ્વીનીયામાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં ૫ લોકોના મોતની આશંકા છે. આ અકસ્માત મેનહેમ ટાઉનશીપમાં લેન્કેસ્ટર એરપોર્ટ નજીક થયો હતો, જ્યાં એક નાનું વિમાન ર્પાકિંગ વિસ્તારમાં અથડાયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી.
વિમાન જમીન પર પડતાની સાથે જ એક જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. કાળા ધુમાડાના વાદળોએ આકાશ ઢાંકી દીધું, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ઘટના બાદ હાઇવે નંબર ૫૦૧ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
વિમાનમાં એક જ પરિવારના પાંચ સભ્યો હતા, જેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ સુરક્ષિત છે કે નહીં. આ સિંગલ-ઈન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા વિમાન હતુ, બ્રેથ્રેન વિલેજ રિટાયરમેન્ટ કોમ્યુનિટી સેન્ટર પાસે અકસ્માત સર્જાયો હતો, પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પર કાટમાળ પડ્યો, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર કર્મચારીઓએ સળગતા વિમાનને બુઝાવવા માટે ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી. ચીફ સ્કોટ લિટલના જણાવ્યા અનુસાર, ક્રેશનું કારણ હજુ સ્પષ્ટ નથી અને તપાસ ચાલુ છે. આ વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભયંકર આગ અને કાળો ધુમાડો જોઈ શકાય છે. વહીવટીતંત્ર હવે આ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યું છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
