<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાના ભારે વખાણ કર્યા

વીડિયો શેર કર્યોઃવીડિયો મેસેજમાં કહ્યું કે વનતારા જેવી પહેલ આપણા પશુ-જગતની રક્ષા અને પુર્નવાસ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે

જામનગર, તા.૧૦

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરમાં અનંત અંબાણી દ્વારા  ૩૦૦૦ એકરમાં સ્થાપિત વનતારા અંગે એક વીડિયો જાહેર કર્યો અને તેની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા ફક્ત એક સંસ્થા નથી પણ કરુણા, સેવા અને સંરક્ષણનું એક પાવન સંકલ્પ છે.

બાબા બાગેશ્વર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાનો ઉલ્લેખ કરતાં તેમનો વીડિયો મેસેજમાં કહ્યું કે વનતારા જેવી પહેલ આપણા પશુ-જગતની રક્ષા અને પુર્નવાસ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી અને તેનું સત્તાવાર ઉદઘાટન કર્યું હતું. વનતારા એ દુનિયાનું સૌથી મોટું પશુ અને પ્રાણીઓ માટેનું રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સેન્ટર છે. તેમણે કહ્યું કે 'જીવ માં શિવ' વસે છે તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને અનંત અંબાણીએ આ વનતારાની સ્થાપના કરી છે.

(8:27 PM IST)