<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

દરિયામાં ઓઇલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે જોરદાર અથડામણ બાદ આગ લાગી: 32 લોકોને ઇજા

બચાવ કામગીરી શરૂ: આગ ઓલવવામાં મદદ કરવા માટે ઘણી લાઇફબોટ, એક કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર, એક કોસ્ટ ગાર્ડ પ્લેન અને નજીકના જહાજોને તૈનાત કરવામાં આવ્યા હતા.

સોમવારે ઈંગ્લેન્ડના પૂર્વ કિનારે એક તેલ ટેન્કર અને એક માલવાહક જહાજ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે બંનેમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 32 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આગ લાગ્યા પછી તરત જ એક વિશાળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રિમ્સબી ઈસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે પહેલા ૧૩ ઘાયલોને બોટ દ્વારા કિનારા પર લાવવામાં આવ્યા હતા અને પછી પાયલોટ બોટ દ્વારા ૧૯ વધુ ઘાયલોને કિનારા પર લાવવામાં આવ્યા હતા.

બ્રિટનની મેરીટાઇમ અને કોસ્ટગાર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે આગ ઓલવવામાં મદદ કરવા માટે ઘણી લાઇફબોટ, એક કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર, એક કોસ્ટ ગાર્ડ પ્લેન અને નજીકના જહાજોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ ટક્કર અમેરિકાના ધ્વજવાળા રાસાયણિક અને તેલ ઉત્પાદનોના ટેન્કર એમવી સ્ટેના ઈમેક્યુલેટ અને પોર્ટુગીઝ ધ્વજવાળા કાર્ગો જહાજ સોલોંગ વચ્ચે થઈ હતી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું કે આ સમયે તેમની પ્રાથમિકતા આગ ઓલવવાની અને બચાવ કામગીરીની છે. આ અથડામણ પૂર્વ યોર્કશાયરના બંદર શહેર હલ નજીક થઈ હતી અને સવારે 9.48 વાગ્યે તેની જાણ થઈ હતી.

 

RNLI લાઇફબોટ એજન્સીએ કહ્યું: 'અહેવાલો અનુસાર, અથડામણ પછી ઘણા લોકો જહાજ છોડીને ચાલ્યા ગયા હતા અને બંને જહાજોમાં આગ લાગી હતી.' બીબીસી પરના એક વીડિયોમાં આગ લાગ્યા પછી બંને જહાજોમાંથી મોટો કાળો ધુમાડો નીકળતો જોવા મળે છે. અધિકારીઓએ હજુ સુધી આ ઘટનાનું કારણ જણાવ્યું નથી. ઇમરજન્સી ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે.

સ્ટેના બલ્કના ચીફ એક્ઝિક્યુટિવ એરિક હેનેલે બીબીસીને જણાવ્યું હતું કે સ્ટેના ઇમમેક્યુલેટમાં સવાર 20 થી વધુ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે અથડામણનું કારણ શું હતું તે કહેવું હજુ વહેલું ગણાશે.


બીબીસી પરના એક વીડિયોમાં આગ લાગ્યા પછી બંને જહાજોમાંથી મોટા પ્રમાણમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળે છે. અધિકારીઓએ હજુ સુધી આ ઘટનાનું કારણ જણાવ્યું નથી. ઇમરજન્સી ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે.

 

(10:20 PM IST)