<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ચીને અમેરિકાના કળષિ ઉત્‍પાદનો પર ૧૦ થી ૨૦ ટકા વધારાનું ટેરિફ લગાવ્‍યું

બે આર્થિક મહાસત્તાઓ વચ્‍ચે વકરતુ જતું ટેરિફ વૉર ચિકન, ઘઉં અને મકાઇ જેવા કળષિ ઉત્‍પાદનો પર ૧૫ ટકા ટેરિફ વસૂલશે

નવી દિલ્‍હી તા.૧૧: ચીનથી અમેરિકાથી આયાત થતા કેટલાક કળષિ ઉત્‍પાદનો પર વધારાનું ટેરિફ લગાવ્‍યું છે. ચીને આ પગલું અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ચીની સામાન પરના ટેરિફના જવાબમાં ભર્યુ છે. અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ચીની વસ્‍તુઓ પર વધારાના ટેરિફને બમણું કરીને ૨૦ ટકા જેટલું કરી નાખ્‍યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીન હવે ચિકન, ઘઉં અને મકાઇ જેવા કળષિ ઉત્‍પાદનો પર ૧૫ ટકા વધારે ટેરિફ વસૂલશે.

આ ઉપરાંત ચીન સોયાબીન, પીગ મીટ,બીફ, સી ફૂડ અને ફળ-શાકભાજી પર અન્‍ય અમેરીકી કળષિ ઉત્‍પાદનો પર ૧૦ ટકા જેટલું વધારાનું શૂલ્‍ક વસૂલ કરશે. અમેરિકા અને ચીન દુનિયાના બે મોટા અર્થતંત્રો વચ્‍ચે છેલ્લા કેટલાક સમયથી ટેરિફ વોર ચાલી રહયું છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે અમેરિકા ફર્સ્‍ટ અને ટીટ ફોર ટેટની નીતિ અપનાવીને ટેરિફના દર વધાર્યા છે. અમેરિકાની ઇકોનોમિને મજબૂત કરવા માટે ટ્રમ્‍પના પ્રયાસનો પ્રતિકાર કરવા માટે ચીન પણ ટેરિફ વૉરમાં ઉતર્યુ છે. ફેબુ્‌આરીમાં ટ્રમ્‍પ -શાસન દ્વારા ચીની વસ્‍તુઓ પર ૧૦ ટકા વધારાનું ટેરિફ લગાવ્‍યા પછી  ચીને પ્રાકળતિક ગેસ અને કેટલાક અમેરિકી ઉત્‍પાદનો પર ટેરિફ લગાવ્‍યું હતું.

(11:04 AM IST)