News of Tuesday, 11th March 2025
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા ગયેલો પ્રાંતિજના યુવકનું મોત :પત્ની અને પુત્ર પણ ફસાયા, ઘરેથી ફરવા જવાનું કહીને નીકળ્યો હતો
મોયદનો યુવાન દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો જેથી તેને નિકારગુઆમાં દાખલ કરાયો જ્યાં સારવાર દરમિયાન યુવક મોતને ભેટ્યો

પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો દિલીપ પટેલ પત્ની અને પુત્રની સાથે દોઢ મહિના પહેલા ગેરકાયદે અમેરિકા જવા માટે નીકળ્યો હતો. આ પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં તેમનું મોત થયું હતું. એટલું જ નહીં આ યુવકના પત્ની અને પુત્ર પણ ફસાઈ ગયા હતાં.
મળતી વિગત મુજબ, મોયદનો યુવાન દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો. જેથી તેને નિકારગુઆમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવક મોતને ભેટ્યો હતો. જ્યારે મૃતક યુવાનની પત્નિ અને સગીર બાળક હાલ નિકારગુઆમાં મદદની રાહ જોઈને રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોયદ ગામના રૂપાજીવાસમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ પટેલ તેમના પરિવાર સાથે ત્રણ મહિના અગાઉ ઘરેથી નીકળ્યા હતા. અત્યારે મૃતકના પરિવારનું ઘર એકદમ સૂમસામ છે. માતા લખમીબેન એક જ વાત કહી રહ્યા છે કે, તેમનો પુત્ર ફરવા જવાનું કહીને ગયો હતો અને હજુ સુધી પરત આવ્યો નથી.
પ્રાંતિજ તાલુકાના મોયદવાસ રૂપાજી ગામના 50થી વધુ પરિવારો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈ ચૂકયા છે. તેઓ અમેરિકાના નાગરિક પણ બની ગયા છે. અમેરિકા રહેતા કેટલાક પરિવારો તો જયારે મોયદ સહિત અન્ય ગામોના NRI વતનમાં આવે ત્યારે તેઓ કેટલીક વખત તેમની રહેણીકરણીને લીધે પણ સ્થાનિક લોકો કરતાં અલગ પડે છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
