<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

દિલ્હીની હારમાંથી AAPએ ના લીધો બોધપાઠ : ગોવા-ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો:દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડી હતી

નવી દિલ્હી : વર્ષ 2027માં ગુજરાત અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યારે દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ સોમવારે ગોવાના માર્ગો ખાતે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન AAP નેતાએ ગુજરાત અને ગોવામાં કોંગ્રેસ સાથેના ગઠબંધન પર પણ પ્રતિક્રિયા આપી હતી.

    AAP નેતા આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ગોવા અને ગુજરાતમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. અમે ગુજરાત અને ગોવામાં સ્વબળે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. ગઠબંધનને લઈને હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી

  AAP નેતાએ કહ્યું કે ગોવામાં 2022ની ચૂંટણીમાં લોકોએ ભાજપને સત્તામાં લાવવા માટે મતદાન કર્યું હતું અને તે જ સમયે કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, પરંતુ તેના 8 ધારાસભ્યો પાછળથી ભાજપમાં જોડાયા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જો કે અગાઉ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની અટકળો ચાલી રહી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને કારણે મામલો અટકી ગયો હતો અને ગઠબંધન થયું ન હતું. હરિયાણામાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી દિલ્હીમાં બંને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડી અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. આતિશીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી હતી...

(1:32 PM IST)