News of Wednesday, 12th March 2025
રોશની નાડાર હવે દેશની સૌથી ધનિક મહિલા
અંબાણી-અદાણી પછી રોશની નાડાર ભારતની ત્રીજા નંબરની સૌથી શ્રીમંત વ્યક્તિ : પિતા શિવ નાડારે એચસીએલ કોર્પમાં ૪૭ ટકા ભાગીદારી પુત્રી રોશની નાડારને આપી

નવી દિલ્હી,તા.૧૨: ભારતના પ્રતિષ્ઠિત એવા એચસીએલ જૂથના સંસ્થાપક શિવ નાડારે તાજેતરમાં પોતાની પુત્રી રોશની નાડાર મલ્હોત્રાને કંપનીની ૪૭ ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, રૂપિયા ૩.૧૩ લાખ કરોડની સંપત્તિની સાથે રોશની હવે તળતીય નંબરની સૌથી ધનિક ભારતીય બની ગઈ છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની પાસે છે.
રોશનીથી પહેલા તેમના પિતા શિવ નાડાર ભારતના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમના નેતળત્વવાળી એચસીએલ ટેકનોલોજી દેશની તળતીય ક્રમની સૌથી મોટી આઈટી કંપની છે. એચસીએલ કંપનીનુ માર્કેટ કેપ રૂપિયા ૪.૨૦ લાખ કરોડ છે. એમાં હવે અડધાથી વધુ ભાગીદારી શિવ નાડારની પુત્રી રોશની પાસે છે.
રોશની બ્રિટનની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ છે, અને કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. રોશનીએ બ્રિટેનમાં સ્કાય ન્યૂઝમાં પ્રોડ્યુસર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો.
રોશની ૨૦૦૯માં પિતાની કંપની એચસીએલ ટેકનોલોજી અને એચસીએલ ઈન્ફોસિસ્ટમ્સની હોલ્ડિંગ કંપની એચસીએલ કોર્પોરેશનમાં જોડાઈ હતી. ૨૦૨૦માં એચસીએલ ટેકની ચેરપર્સન બની હતી. તેમના નેતળત્વમાં એચસીએલએ રૂપિયા ૧૩૭૪૦ કરોડમાં આઈબીએમની સાત પ્રોડક્ટનું અધિગ્રહણ કર્યું હતું. આ એચસીએલના ઇતિહાસમાં સૌથી મોટું અધિગ્રહણ હતું.
રોશની નાડાર હવે દેશની સૌથી અમીર મહિલા પણ છે. આ મામલામાં તેમણે સાવિત્રી જિંદલને પાછળ મૂકયા છે. સાવિત્રી જિંદલની પાસે રૂપિયા ૨.૬૩ લાખ કરોડની સંપત્તિ છે. જિંદલ ભારતની પાંચમા ક્રમની સૌથી અમીર હસ્તી છે.
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ-ઈન્ડિયા લિસ્ટ મુજબ, મુકેશ અંબાણી રૂપિયા ૭.૭ લાખ કરોડની સંપત્તિની સાથે સૌથી અમીર ભારતીય છે. બીજા નંબર પર રૂપિયા ૬ લાખ કરોડ સાથે ગૌતમ અદાણી છે.
રોશની નાડારયુએસ ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફોરમન બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ છે. એ ધ નેચર કન્ઝર્વેન્સીના ગ્લોબલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ છે. આ ઉપરાંત, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર પણ છે.
રોશની શિવ નાડાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. બિઝનેસ અને સમાજમાં યોગદાન આપવા બદલ તેમને કેટલીય વાર ફોર્ચ્યુન ઈન્ડિયાના સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી ચુકયા છે.
ઉલ્લેખનીય છે કે એચસીએલ કંપનીની સ્થાપના ઈ.સ.૧૯૭૬માં શિવ નાડારે કરી હતી. આ કંપની ડિઝિટલ, એન્જિનિયરિંગ, ક્લાઉડ અને સોફ્ટવેયરમાં કામ કરે છે. એચસીએલમાં ૨,૨૭,૪૮૧થી વધુ કર્મચારીઓ છે.(૪૦.૮)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
