News of Wednesday, 12th March 2025
ભારત ૧૫૦% ટેરિફ વસૂલે છે તો કેનેડા કરે છે ઉઘાડી લૂંટ
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે વ્હાઈટ હાઉસનું નિવેદન

વોશીંગ્ટન તા.૧૨: અમેરિકા વિવિધ દેશો પર ટેરિફ લાદવાના નિર્ણય પર ઝડપથી કામ કરી રહ્યું છે. મંગળવારે વ્હાઈટ હાઉસમાં વિવિધ દેશો દ્વારા અમેરિકા પર લાગુ ટેરિફ મુદ્દે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભારત અમેરિકન આલ્કોહોલ પર ૧૫૦ ટકા અને કળષિ પ્રોડક્ટ્સ પર ૧૦૦ ટકા ટેરિફ વસૂલી રહ્યો હોવાનો ખાસ ઉલ્લેખ થયો હતો.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વેપાર નીતિઓમાં સંતુલન અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુ સાથે રેસિપ્રોકલ ટેરિફને સમર્થન આપી રહ્યા છે. કેનેડા દાયકાઓથી અમેરિકા પર ટેરિફ લાદી અમેરિકન્સની મહેનત પર પાણી ફેરવે છે, બીજી બાજુ ભારત પણ અમેરિકાના આલ્કોહોલ પર ૧૫૦ ટકા ટેરિફ વસૂલે છે.
કેનેડા પર ટેરિફનો બોજો બમણો કર્યો
અમેરિકાએ અગાઉ કેનેડામાંથી આયાત થતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લાદવા નિર્ણય લીધો હતો. તેમ છતાં કેનેડાએ ઝૂકવાનો ઈનકાર કરતાં અમેરિકાએ ટેરિફનો બોજો બમણો (૫૦ ટકા) કર્યો હતો. આ ટેરિફ આજથી લાગુ થવાનો હતો. પરંતુ અચાનક ટ્રમ્પ સરકારે કામચલાઉ ધોરણે ટેરિફ હાલ લાગુ ન કરવાની જાહેરાત કરી હતી.
ભારત-જાપાન પર સાધ્યુ નિશાન
લેવિટે આ સંદર્ભે આગળ જણાવ્યું હતું કે, અમેરિકા પાસે એક એવા રાષ્ટ્રપ્રમુખ છે, જે અમેરિકાના બિઝનેસ અને કામદરોના હિત માટે ચિંતિત છે. જો તમે કેનેડાને ધ્યાનમાં લો, તેણે અમેરિકાના પનીર અને બટર પર ૩૦૦ ટકા ટેરિફ લાદ્યો છે. જાપાન અમેરિકાના ચોખા પર ૭૦૦ ટકા ટેરિફ વસૂલે છે. ભારત પણ કળષિ પર ૧૦૦ ટકા અને આલ્કોહોલ પર ૧૫૦ ટકા ટેરિફ વસૂલી રહ્યો છે.
અન્ય દેશોએ અમેરિકાને લૂંટયો
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટેરિફ વોરની જાહેરાત સાથે અગાઉ સ્પષ્ટતા આપી હતી કે, વિશ્વના મોટાભાગના દેશોએ અમેરિકા પાસેથી મોટાપાયે ટેરિફ વસૂલી દેશને લૂંટયો છે. વિશ્વની પ્રત્યેક કંપની અમેરિકાને લૂંટી રહી છે. અમે આ પગલાંથી અમારી પાસેથી લૂંટેલા ધનને પરત મેળવવા માગીએ છીએ.
બીજી એપ્રિલથી લાગુ થશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકાએ વિશ્વના તમામ દેશો કે જે તેની પાસેથી ટેરિફ વસૂલી રહ્યા છે, તેમની ઉપર બીજી માર્ચથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારી દર્શાવી છે. ટેરિફના બદલામાં ટેરિફની નીતિથી વિશ્વમાં ટ્રેડ વોરની ભીતિનો સંકેત પણ મળ્યો છે. બીજી તરફ અમેરિકામાં મંદીના ભણકારા વધ્યા છે.(૩૮.૨૩)
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
