<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

જીવન વીમા નિગમમાં સરકાર વેચશે મોટી ભાગીદારી! શેર ધડામ

કેન્‍દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં ભારતીય જીવન વિમા નિગમમાં પોતાની ૨-૩ ટકા ભાગીદારી :વેચવા પર વિચાર કરી રહી છે, જેથી મે ૨૦૨૭ સુધી ૧૦ ટકા પબ્‍લિક શેરહોલ્‍ડિંગની જરૂરીયાતને પૂરી કરી શકાય

 

નવી દિલ્‍હી,તા.૧૨: કેન્‍દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (LIC)માં તેનો ૨-૩ ટકા હિસ્‍સો વેચવાનું વિચારી રહી છે. જેથી કરીને ૧૦ ટકા પબ્‍લિક શેરહોલ્‍ડિંગની જરૂરિયાત મે ૨૦૨૭ સુધીમાં પૂરી કરી શકાય. મિન્‍ટના અહેવાલમાં એકસ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્‍યું છે કે તેનો ઉદ્દેશ્‍ય LICના શેરના ભાવમાં વધારો કરવાનો છે. અહીં, બુધવારે LICના શેર ૨% થી વધુ ઘટીને રૂ. ૭૩૭.૯૫ પર આવી ગયા.

મિન્‍ટના અહેવાલ મુજબ, કેન્‍દ્ર સરકાર બજારની સ્‍થિતિના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જીવન વીમા નિગમ (LIC)માં ૨-૩ ટકા હિસ્‍સો વેચવા પર વિચાર કરી રહી છે. આ પગલું ૨૦૨૭ સુધીમાં ૧૦ ટકા પબ્‍લિક શેરહોલ્‍ડિંગની નિયમનકારી જરૂરિયાતને પહોંચી વળવાની તેની યોજનાને અનુરૂપ છે. એક વખતની ઓફરને બદલે, વધુ સારા મૂલ્‍ય માટે વેચાણને બે તબક્કામાં વહેંચવામાં આવે તેવી શકયતા છે. જો બજારની સ્‍થિતિ પ્રતિકૂળ બને તો સરકાર વિસ્‍તરણ માંગી શકે છે. સંબંધિત વિકાસમાં, નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ પબ્‍લિક એસેટ મેનેજમેન્‍ટ (DIPAM) એ આગામી ત્રણ વર્ષમાં ઘણી જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને LIC સહિતની નાણાકીય સંસ્‍થાઓમાં લઘુમતી હિસ્‍સાના વેચાણની દેખરેખ રાખવા માટે તાજેતરમાં મર્ચન્‍ટ બેંકર્સ અને કાનૂની સલાહકારો પાસેથી બિડ મંગાવી છે.

સરકારની પાસે એલઆઈસીમાં ૯૬.૫% ભાગીદારી વર્તમાનમાં સરકાર પાસે એલઆઈસીમાં ૯૬.૫ ટકા ભાગીદારી છે, મે ૨૦૨૨માં એલઆઈસીનો આઈપીઓ આવ્‍યો હતો. કંપનીએ ૩.૫ ટકા ભાગીદારી વેચાણના માધ્‍યમથી લગભગ ૨૧૦૦૦ કરોડ રૂપિયા ભેગા કર્યાં હતા. તેની -ાઇસ બેન્‍ડ ૯૪૯ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ કંપનીના શેર લિસ્‍ટિંગ બાદ કોઈ કમાલ કરી શકયા નહીં અને વર્તમાનમાં આઈપીઓ કિંમતથી ઓછા પર ટ્રેડિંગ થઈ રહ્યાં છે.(૪૦.૧૯)

(3:24 PM IST)