હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

મુંબઇ,તા.૧૨: મહાશિવરાત્રીની રંગારંગ ઉજવણી બાદ હવે રંગોના પર્વ ધુળેટીને લઈને શહેરીજનો, યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ દેખાઇ રહ્યો છે. હિન્દુ સમુદાયમાં હોળી ધુળેટી પર્વનું વિશેષ મહાત્મ્ય આંકવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે આ બન્ને પર્વોને લઈને વિચિત્ર સંયોગ જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારે ભદ્રા દોષ એટલે કે વિષ્ટિકરણ વચ્ચે હોળી પર્વની ઉજવણી થશે. બીજી બાજુ રંગોના પર્વ ધુળેટીએ ચાલુ હિન્દુ સંવત વર્ષનું પહેલું ખંડગામ ચંદ્રગ્રહણ થશે ભદ્રાના ઓછાયાને કારણે હોલિકાદહનને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે. જ્યારે ખંડવાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય વેધ ન પાળવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે.
ધુળેટીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, પણ વેધ પાળવાનો નથી
હિન્દુ સમુદાયમાં હોળી પર્વને રાજા હિરણ્યકશ્યપ અને ભક્ત પ્રહલાદની ગાથા સાથે જોડવામાં આવે છે. જીવનમાંથી નકારાત્મક ઊર્જાને તિલાંજલી સાથે હકારાત્મક અભિગમ તરફ દોરવાનો બોધપાઠ પણ આપવામાં આવે છે. સામાન્યપણે ફાગણ સુદ પૂનમના રોજ સંધ્યાકાળે હોલિકાદહન થાય છે. શહેરની શેરી, સોસાયટીઓમાં પખવાડિયાથી ચાલતી તૈયારીઓ વચ્ચે ગુરુવારે હોલિકાદહનનું આયોજન કરાયું છે. ભદ્રાનો દોષ હોય આયોજનોને લઇને મતમતાંતર જોવા મળી રહ્યા છે. રાત્રીએ ૧૧:૨૮ વાગ્યા સુધી ભદ્રા હોય ક્યારે હોળી પ્રાગ્ટય કરવું. એ બાબતે અસમંજસ હોય શહેરીજનોએ પોતાની શ્રધ્ધા-સગવડ પ્રમાણે હોલિકા દહન કરવાનું મુનાસિબ માન્યું છે. આ સિવાય શુક્રવારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ વચ્ચે ધુળેટી પર્વ ઉજવાશે. મહારાજ કિરીટદત્ત સુકલના જણાવ્યા મુજબ, ૧૩ માર્ચના રોજ હુતાશણી હોલિકાદહન સાથે હોળાષ્ટક સમાપ્ત થશે. આ દિવસે જ વ્રતની પૂનમ, ચૌમાસી ચાંદશ જેવા પ્રસંગ આવશે. આખો દિવસ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. જ્યારે સવારે ૧૦:૩૭ વાગ્યાથી રાત્રીએ ૧૧:૨૮ વાગ્યા સુધી વિષ્ટિકરણ એટલે કે ભદ્રા છે. જોકે, ગુજરાતમાં હોલિકાદહન વેળાએ ભદ્રાની સ્થિતિ પર ખાસ ભાર અપાતો નથી. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે સંધ્યાકાળ પછી હોલિકાદહન કરી શકે છે. સુરતમાં આ પ્રકારે જ સંધ્યાકાળ બાદ હોલિકાદહનના આયોજનો થયા છે. વધુમાં, ૧૪ માર્ચના શુકવારે ધુળેટી, ફૂલડોલ ઉત્સવ, કરિદિન, મહાપ્રભુ ચૈતન્ય જયંતી છે. સંવત-૨૦૮૧નું પહેલું ગ્રહણ શુક્રવારે થશે. પરંતુ ભારતમાં દેખાવાનું ન હોય વેધ પાળવાનો નથી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM