News of Wednesday, 12th March 2025
કેનેડા દ્વારા બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે નવા પર્મનન્ટ રેસિડેન્સી અંગે જાહેરાત
કેનેડામાં અગાઉથી ડોક્યુમેન્ટ્સ વગર બાંધકામક્ષેત્રમાં કામકાજ ધરાવતા શ્રમિકો માટે 6,000 સુધી સ્થાન આરક્ષિત કરાશે

કેનેડા સરકારે નિર્માણ ક્ષેત્રમાં શ્રમિકોની અછતને દૂર કરવા માટે મોટી જાહેરાત કરી છે. CIC ન્યૂઝના અહેવાલ પ્રમાણે ઈમગ્રેશન બાબતોના પ્રધાન માર્ક મિલરે ગયા સપ્તાહમાં બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો માટે પર્મનન્ટ રેસિડેન્સી એટલે કે સ્થાયી નિવાસ માટે એક નવા માર્ગની રચનાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું છે કે કેનેડામાં અગાઉથી ડોક્યુમેન્ટ્સ વગર બાંધકામક્ષેત્રમાં કામકાજ ધરાવતા શ્રમિકો માટે 6,000 સુધી સ્થાન આરક્ષિત કરવામાં આવશે. નવા ઉપાયોમાં હંગામી વિદેશી શ્રમિકોને સ્ટડી પર્મનન્ટની જરૂરિયાત વગર એપ્રેન્ટીસશિપ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન માટે મંજૂરીનો સમાવેશ થાય છે.
CIC ટાઇમ્સ અહેવાલ પ્રમાણે વિદેશી કામદારોને એપ્રેન્ટિસશીપમાં નોંધણી કરાવવા માટે અભ્યાસ પરમિટની જરૂર હતી અને મોટાભાગના કેનેડામાં અભ્યાસ પરમિટ માટે અરજી કરવાને પાત્ર ન હતા. નવી નીતિ આ પ્રતિબંધને દૂર કરે છે, જેનાથી વેપારમાં જોડાયેલા લોકો માટે જરૂરી લાયકાત મેળવવાનું સરળ બને છે.
જોકે, બાંધકામ કામદારો માટે કેનેડાના કાયમી રહેઠાણના માર્ગ માટે સમયસીમા અને યોગ્યતાને લગતા માપદંડો વિશેની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે. ફેડરલ સરકારે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે બિનદસ્તાવેજીકૃત કામદારો માટેનો નવો કાર્યક્રમ ક્યારે લાગુ કરવામાં આવશે.
કેનેડામાં બાંધકામ ઉદ્યોગ મજૂરોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે, જેના કારણે હાઉસિંગ ડેવલપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે. કેનેડા મોર્ટગેજ એન્ડ હાઉસિંગ કોર્પોરેશન (CMHC)નો અંદાજ છે કે પોષણક્ષમતા પુનઃસ્થાપિત કરવા માટે વર્ષ 2030 સુધીમાં વધારાના છ મિલિયન ઘરો બનાવવાની જરૂર પડશે.
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના અહેવાલ મુજબ કેનેડાના બાંધકામ ક્ષેત્રમાં સામાન્ય કોન્ટ્રાક્ટરો અને રહેણાંક બિલ્ડરોમાં 23 ટકા ઇમિગ્રન્ટ્સ છે. મિલરે પૂરતા કામદારોને તાલીમ આપવા માટે દેશને પડી રહેલા સંઘર્ષનો સ્વીકાર કરતા કહ્યું કે, "આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ, પણ આપણે તેમને (કુશળ વ્યવસાયો અને બાંધકામ કામદારોને) કેનેડામાં તાલીમ આપી શકતા નથી
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
