<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજસ્થાનની એવી જગ્યાઓ જ્યાં રંગોથી નહીં પરંતુ અનોખી રીતે થાય છે હોળીની ઉજવણી

સૂર્યોદય પહેલાં અંગારા પર ચાલવાની પરંપરા :પથ્થરો અને લાકડીઓ ફેંકીને કરાય છે હોળીની ઉજવણી અહીં એકબીજા પર ફેંકવામાં આવે છે સળગતાં લાકડા

ચંદીગઢ, તા.૧૨

રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં કેટલાક અનોખા રિવાજો જોવા મળી રહ્યા છે, જે હોળીનો ઉત્સાહ અનેક ગણો વધારી દે છે. અહીં આદિવાસી વિસ્તારના સમાજોને તેમના રિવાજો અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. વાગડ પ્રદેશમાં વિવિધ સ્થળોએ આવા કેટલાક રિવાજો જોવા મળે છે. આ રિવાજોમાં સળગતા લાકડાથી એકબીજાને મારવા, અંગારા પર ચાલવાનું તેમજ ઝાડ પર બાંધેલા કપડાં ઉતારવા જેવા રિવાજો જોવા મળે છે. રાજસ્થાનના આદિવાસી વિસ્તારની આ અનોખી હોળી ત્યાની પરંપરા મુજબ આજે પણ ઉજવવામાં આવે છે.

ડુંગરપુરના કોકાપુર ગામમાં રંગોથી રમતા પહેલા એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. હોલિકા દહન પછી, બીજા દિવસે સૂર્યોદય પહેલાં અંગારા પર ચાલવાની પરંપરા છે. તેનું ગેર નૃત્ય રજૂ કરવામાં આવે છે. રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા અને સાગવાડામાં પથ્થર અને લાકડીઓ ફેંકીને હોળીની ઉજવણી કરવાની પરંપરા છે. ભીલુડામાં ધુળેટીના દિવસે, રઘુનાથ મંદિર પાસે પથ્થર અને લાકડીઓથી હોળી ઉજવાય છે. સાગવાડા શહેરમાં ધુળેટીના બીજા દિવસથી પાંચમ સુધી લોકો વિવિધ વિસ્તારોમાં આ રમત રમાય છે. બાંસવાડાના ઘાટોલમાં હોળી દહન અને હોળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. અહીં સવારે ચાર વાગ્યે હોલિકા દહન કર્યા પછી બાંસફોધ સમુદાયના લોકો હોળીના અડધા બળેલા લાકડાને દોઢ ફૂટના ટુકડામાં કાપી નાખી છે. સવારે સાત વાગ્યે લાકડાના બે ભાગ કરવામાં આવે છે અને એકબીજા પર ફેંકવામાં આવે છે.

 

(7:30 PM IST)