<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રિસર્ચરની અદભુત કમાલ :હાર્ટ ફેલ થતાંઆર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન

આ હાર્ટ શારીરિક હાર્ટના બે પમ્પિંગ ચેમ્બરને પણ બદલી શકે:આ આર્ટિફિશિયલ હાર્ટ લાગુ કરનારા વ્યક્તિને આનો કોઈ અહેસાસ પણ ન થયો:પ્રોફેસર ક્રિસ હેવર્ડ કહે છે આ સમગ્ર દુનિયાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવો મકામ સ્થાપિત કરશે

નવી દિલ્હી :રિસર્ચ કરનારાઓને હાલમાં એક ખૂબ જ અદ્ભૂત સફળતા મળી છે. એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું, અને રિસર્ચરોએ તેને આર્ટિફિશિયલ ટાઇટેનિયમથી બનાવેલું હાર્ટ લગાવ્યું, જેનાથી તે વ્યક્તિને નવું જીવન મળ્યું છે. આ વ્યક્તિની ઉંમર 40 વર્ષથી વધુ છે, અને તેને હાર્ટ ડોનર મળે ત્યાં સુધી તેના માટે આર્ટિફિશિયલ હાર્ટ લગાવવામાં આવ્યું હતું. આ હાર્ટ 100થી વધુ દિવસ સુધી કાર્યરત રહ્યું, અને એ દરમિયાન તે વ્યક્તિ એકદમ સાજો હતો.

અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ બનાવ્યું આર્ટિફિશિયલ હાર્ટ BiVACOR નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાનો આ નાગરિક પહેલો વ્યક્તિ છે, જે આર્ટિફિશિયલ હાર્ટ સાથે હૉસ્પિટલની બહાર જીવન વિતાવી શક્યો હતો. તે પહેલો એવો દર્દી છે, જેના આર્ટિફિશિયલ હાર્ટ અને ડોનર હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ માટે આટલા દિવસ લાગ્યા હતા. સિડનીની વિન્સેન્ટ હૉસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયોલોજિસ્ટ અને આ રિસર્ચના નેતૃત્વ કરનાર પ્રોફેસર ક્રિસ હેવર્ડ કહે છે, ‘આ પ્રોજેક્ટ માત્ર ઓસ્ટ્રેલિયાના નહીં પરંતુ સમગ્ર દુનિયાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવો મકામ સ્થાપિત કરશે
ક્વીન્સલેન્ડમાં જન્મેલા ડૉક્ટર ડેનિયલ ટિમ્સે ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ (TAH)ની શોધ કરી છે. આ હાર્ટ વિશ્વનું પ્રથમ એવું રોટરી બ્લડ પંપ છે, જેને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. આ હાર્ટ માનવ હાર્ટને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે અને રિપ્લેસમેન્ટ તરીકે કાર્યરત રહી શકે છે. BiVACOR દ્વારા વિકસિત આ હાર્ટમાં માત્ર એક જ મોટર છે, જેને ચુંબકની મદદથી ચિપ્રિત કરવામાં આવ્યું છે, જેથી તે હવામાં સ્થિર રહી શકશે અને બ્લડનું સરક્યુલેશન સુનિશ્ચિત કરશે. આ હાર્ટ ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યું છે અને તેમાં કોઈપણ વાલ્વ અથવા મિકેનિકલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને વધુ ટકાઉ અને લાંબા સમય સુધી કાર્યરત બનાવે છે.

આ હાર્ટ શારીરિક હાર્ટના બે પમ્પિંગ ચેમ્બરને પણ બદલી શકે છે. આ આર્ટિફિશિયલ હાર્ટ લાગુ કરનારા વ્યક્તિને આનો કોઈ અહેસાસ પણ ન થયો. તે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યો હતો, ખરીદી માટે શોપિંગ જતો હતો, અને રોજિંદા જીવનની ક્રિયાઓમાં ભાગ લેતો હતો. ડેનિયલ ટિમ્સ કહે છે, ‘તે મારી સાથે કહેતો હતો કે આપણે એક દિવસ ડ્રિંક કરવા જવું જોઈએ.’ તેણે આ ટૅક્નોલૉજી માટે હિમ્મત દાખવી, જેનું મુખ્ય કારણ આ હતું કે, જો આ સફળ થશે તો ઘણા દર્દીઓમાં આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી શકાશે.

 

આ ડિવાઇસ એટલી નાની છે કે બાર વર્ષના બાળકમાં પણ તેને ઇન્સ્ટોલ કરી શકાય છે. આ આર્ટિફિશિયલ હાર્ટનું વજન ફક્ત 650 ગ્રામ છે. તે એક્સટર્નલ રિચાર્જેબલ બેટરીથી કાર્યરત રહે છે, અને તેને પેશન્ટની છાતી પર લગાવેલી વાયર દ્વારા ચાર્જ કરવામાં આવે છે. આ બેટરી ચાર કલાક ચાલે છે અને બેટરી ખૂટી જતાં પહેલા પેશન્ટને ઍલર્ટ મોકલે છે, જેથી બેટરીને ફરી ચાર્જ કરી શકાય. આ હાર્ટને FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવ્યું છે.

(11:39 PM IST)