News of Thursday, 13th March 2025
સગીર દીકરી શિક્ષક સાથે ભાગી ગઈ તો છોકરીના પરિવારે પ્રેમીના ચાર ઘર સળગાવી દીધા
કોચિંગમાં ભણતી સગીર છોકરી સાથે શિક્ષકને પ્રેમ થઈ ગયો અને બંને એકબીજાના ઘરની બાજુમાં જ રહેતા હતા

વૈશાલી, તા.૧૩: બિહારના વૈશાલીમાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક સમાજના છોકરો બીજા સમાજની સગીર છોકરી સાથે ભાગી ગયો હતો. બાદમાં તેને લઈને માહોલ ગરમાઈ ગયો હતો. આ ઘટના બાદ સગીર છોકરીના પરિવારે છોકરા પર અપહરણનો કેસ નોંધાવ્યો છે. તો વળી છોકરાના ઘર સહિત તેમના સંબંધીઓના ઘર પણ કાલે રાત્રે બાળી નાખ્યા હતા. આ ઘટના બાદ છોકરાના પરિવારે છોકરીના પરિવાર પર ઘર સળગાવી દેવાનો આરોપ લગાવ્યો છે.
તો વળી આ મામલામાં છોકરીના અપહરણ મામલે પોલીસે આરોપી છોકરાના પિતાની પણ ધરપકડ કરી છે. પણ છોકરો અને છોકરી હજુ પણ હાથમાં આવ્યા નથી. આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ગામમાં પોલીસ કેમ્પ કરી રહી છે, જેથી માહોલ વધારે ખરાબ ન થાય.
આ ઘટના ગોરૌલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચકવ્યાસ ગામની છે. કહેવાય છે કે ચકવ્યાસ ગામના મોહમ્મદ સાબિર ગામમાં જ બાળકોને કોચિંગ ભણાવતા હતા. આ દરમિયાન કોચિંગમાં ભણતી સગીર છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો અને બંને એકબીજાના ઘરની બાજુમાં જ રહેતા હતા. એટલા માટે ૫ માર્ચની રાત્રે બંને ઘરેથી ભાગી ગયા, જે બાદ છોકરીના પરિવારે છોકરા પર અપહરણનો ગુનો નોંધાવ્યો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે સાબિરના પિતા રહમતની ધરપકડ કરી લીધી.
જોકે બધું શાંત થઈ ગયું હતું. આ દરમિયાન સાબિરના પરિવારે પોતાની સુરક્ષાને લઈને ગોરૌલ પોલીસ સ્ટેશનમાં છોકરીના પરિવાર વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસે સમય રહેતા કાર્યવાહી કરી હોત તો આટલી મોટી ઘટના ન થાત. આ દરમિયાન કાલે રાત્રે આરોપી યુવક અને તેના સંબંધીઓના ઘરમાં આગ લાગી ગઈ અને ૪ ઘર બળીને ખાક થઈ ગયા. જેનો આરોપ છોકરીના પરિવાર પર લાગ્યો છે. પણ આગ કેવી રીતે લાગી તે કોઈએ જોયું નથી.
આ મામલામાં તપાસ કરવા પહોંચેલા મહુઆ એસડીપીઓ દુર્ગા શક્તિએ જણાવ્યું કે, આરોપી યુવકના પિતાની ધરપકડ કરી લીધી છે. તો વળી આગ લાગવાના કારણોની પણ તપાસ થઈ રહી છે અને સાવધાનીના ભાગરૂપે પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે.(૨૩.૩)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
