<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ખરીદ-વેચાણ કરતા વેપારીઓ માટે ૪૫ દિવસમાં ચુકવણીનો નિયમ લાગુ નહીં પડે

MSME હેઠળ નોંધાયેલા વ્‍યક્‍તિ પાસેથી ખરીદી કરે તો ચુકવણી કરવાના નિયમમાં રાહત

નવી દિલ્‍હી,તા.૧૩: એમએસએમઈમાં નોંધાવેલાઓ દ્વારા ખરીદી કરવામાં આવે તો ૪૫ દિવસમાં સામેવાળાને નાણાં ચૂકવી દેવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. તેમાં પણ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા નાણાકીય હિસાબ સરભર કરવાનો હોય છે તે સરભર કરવામાં નહી આવે અને ત્‍યારપછી ચુકવણી કરવામાં આવે તેવા સંજોગોમાં તે નાણાંની ગણતરી તેની આવકમાં થવાની છે. જોકે તેના લીધે ૧૫ ફેબ્રુઆરી પછી કાપડ માર્કેટમાં વેપાર ધીમો પડતો હોય છે, પરંતુ આ નિયમ વેપારીઓ અન્‍ય વેપારી સાથે વેપાર કરે તેને લાગુ પડતો નથી. જેથી તેઓ ૪૫ દિવસમાં નાણાંની ચુકવણી નહીં કરે તો પણ વાંધો આવવાનો નથીપરંતુ વેપારીએ એમએસએમઈ હેઠળ નોંધાયેલા વ્‍યક્‍તિ પાસેથી ખરીદી કરી હોય તો ૪૫ દિવસમાં ચુકવણી કરી દેવાની રહેશે. જોકે વેપારી એટલે કે જે વ્‍યક્‍તિ માલનું ખરીદ અને વેચાણ કરતા હોય તેના માટે જ આ નિયમ લાગુ પડવાનો નથી. જયારે અન્‍ય માટે આ નિયમ એટલે કે ૪૫ દિવસમાં ચુકવણી કરવાની રહેશે.

ઇન્‍કમટેક્‍સમાં એમએસએમઈ હેઠળ નોંધાયેલા વેપારી, મેન્‍યુફેક્‍ચર માટે જે નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે તેમાં પૂરની સ્‍પષ્ટતા નહી હોવાના લીધે માર્ચ મહિનો પૂરો થવાનો હોય તે પહેલા જ વેપાર ધીમી ગતિએ થઈ જતો હોય છે. આવી સ્‍થિતિ છેલ્લા બે વર્ષથી ઊભી થઈ છે. જોકે આ નિયમ વેપારી અન્‍ય વેપારી સાથે વેપાર કરે તેના માટે લાગુ પડતો નહીં હોવાની હકીકતો બહાર આવી છે. તેના કારણે વેપારી ૧૫ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ સુધીમાં પણ ખરીદી કરે પરંતુ તે વ્‍યક્‍તિ એમએસએમઇ હેઠળ નોંપાયેલા ના હોય તો ૮૫ દિવસમાં નાણાંની ચુકવણી કરવાની રહેતી નહીં હોવાનું બહાર આવતા અનેક વેપારીઓને રાહત થઇ છે. તેમજ આગામી દિવસોમાં વેપાર સુધરવાનો પણ આશાવાદ તેના લીધે જોઈ રહ્યા છે.(૪૦.૩)

૬૦થી ૯૦ દિવસમાં નાણાં ચૂકવવાનો ટ્રેન્‍ડ

સુરતના કાપડ બજારમાંથી ખરીદી કર્યા બાદ તેની ચૂકવણીનું ધારાધોરણ ૬૦થી ૯૦ દિવસનું હોય છે. તેમજ કેટલાક કિસ્‍સામાં તો વેપારી ૧૨૦ દિવસે પણ નાણાની ચુકવણી કરતો હોય છે. જ્‍યારે એમએસએમઇનો નિયમ આવવાને કારણે ૪૫ દિવસમાં નાણાં ચૂકવવાની સ્‍થિતિ ઊભી થતા ૧૫ ફેબ્રુઆરી પછી વેપાર અટકી પડતો હોય છે. તેના લીધે નવી ખરીદી પણ કરવામાં આવતી નથી.

 બે વેપારી વચ્‍ચેના વેપારમાં નિયમ લાગુ નહીં પડે

એમએસએમઇમાં નોંધાયેલા વ્‍યક્‍તિ પાસેથી ખરીદી કરવામાં આવે તો ૫ દિવસમા નાણાની ચુકવણી કરી દેવાનો નિયમ છે. તેમાં પણ જ ૪૫ વેપારી અન્‍ય વેપારી પાસેથી ખરીદી કરી હોય તો તે વેપારી ૪૫ દિવસમાં નાણાની ચુકવણી નહી કરે તો પણ તે રકમ વેપારીની આવકમાં ગણતરી ચવાની નથી. જેથી વેપારીએ વેપાર કરતા પહેલા સામેવાળો વ્‍યક્‍તિ એમએસએમઇમાં નોંધાયેલો છે કે નહીં તેની પણ ચકાસણી કરવી જરૂરી છે.

- સીએ

(12:15 PM IST)