News of Thursday, 13th March 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૪૭:‘‘ પોતાના નામના ધ્વનિમાં પ્રવેશ કરો અને એ ધ્વનિ દ્વારા બધા ધ્વનિઓમાં ''
મંત્રની જેમ તમારા નામનો ઉપયોગ ઘણી જ સહેલાઇથી કરી શકાય છે. આ બહુ જ સહયોગી થશે કારણ કે તમારું મન તમારા અચેતનમાં બહુ જ ગહેરૂ ઉતરી ચુકેલું છે બીજી કોઇ વસ્તુ અચેતનની એ ગહેરાઇને પહોંચી શકતી નથી. આ વિધી કહે છેઃ પોતાના નામના ધ્વનિમાં પ્રવેશ કરો અને એ ધ્વનિ દ્વારા બધા ધ્વનિઓમાં જો તમે પોતાના ભીતર પોતાના નામનો જાય ઝડપથી કરો તો તે શબ્દ ના રહેવા ધ્વનિમાં બદલાઇ જશે. ત્યારે એ એક અર્થ વગરનો ધ્વનિ હશે. ત્યારે રામ અને મરામાં કોઇ ભેદ રહેશે નહી રામ કહો કે મરા, કોઇ ફરક પડતો નથી. તે હવે શબ્દના રહ્યા. તે બસ ધ્વનિ છે અને અસલી વસ્તુ ધ્વનિ છે. તો પોતાના નામના ધ્વનિમાં પ્રવેશ કરો અને એના અર્થને ભુલી જાવ, ફકત ધ્વનિમાં પ્રવેશ કરો. અર્થ મનની વસ્તુ છે અને ધ્વનિ શરીરની વસ્તુ છે. અર્થ મસ્તકમાં રહે છે. અને ધ્વનિ આખા શરીરમાં ફેલાઇ જાય છે. અર્થને ભુલી જાવ અને તેને એક નકામા ધ્વનિની જેમ જયો અને એ ધ્વનિના લીધે બીજા ધ્વનિઓમાં પ્રવેશ કરી જશો. એ ધ્વનિ બીજા બધા ધ્વનિઓ માટે દરવાજો બની જશે. ધ્વનિઓમાં પ્રવેશ કરી જશો. એ ધ્વનિ બીજા બધા ધ્વનિઓ માટે દરવાજો બની જશે. બધા ધ્વનિઓનો અર્થ છે - જે બંધ છે. આખુ અસ્તિત્વ.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
