તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 13th March 2025
સૂર્યોદય પહેલાં અંગારા પર ચાલવાની પરંપરાઃ પથ્થરો અને લાકડીઓ ફેંકીને કરાય છે હોળીની ઉજવણી
રાજસ્થાનની એવી જગ્યાઓ જ્યાં રંગોથી નહીં પરંતુ અનોખી રીતે થાય છે હોળીની ઉજવણી

ન્યુયોર્ક,તા.૧૩: રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં કેટલાક અનોખા રિવાજો જોવા મળી રહ્યા છે, જે હોળીનો ઉત્સાહ અનેક ગણો વધારી દે છે. અહીં આદિવાસી વિસ્તારના સમાજો તેમના રિવાજો અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. વાગડ પ્રદેશમાં વિવિધ સ્થળોએ આવા કેટલાક રિવાજો જોવા મળે છે. આ રિવાજોમાં સળગતા લાકડાથી એકબીજાને મારવા, અંગારા પર ચાલવાનું તેમજ ઝાડ પર બાંધેલા કપડાં ઉતારવા જેવા રિવાજો જોવા મળે છે. રાજસ્થાનના આદિવાસી વિસ્તારની આ અનોખી હોળી ત્યાની પરંપરા મુજબ આજે પણ ઉજવવામાં આવે છે.
ડુંગરપુરના કોકાપુર ગામમાં રંગોથી રમતાં પહેલા એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. હોલિકા દહન પછી, બીજા દિવસે સૂર્યોદય પહેલાં અંગારા પર ચાલવાની પરંપરા છે. તેનું ગેર નળત્ય રજૂ કરવામાં આવે છે.
રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા અને સાગવાડામાં પથ્થર અને લાકડીઓ ફેંકીને હોળીની ઉજવણી કરવાની પરંપરા છે. ભીલુડામાં ધુળેટીના દિવસે, રઘુનાથ મંદિર પાસે પથ્થર અને લાકડીઓથી હોળી ઉજવાય છે. સાગવાડા શહેરમાં ધુળેટીના બીજા દિવસથી પાંચમ સુધી વિવિધ વિસ્તારમાં આ રમત રમાય છે.
બાંસવાડાના ઘાટોલમાં હોળી દહન અને હોળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. અહીં સવારે ચાર વાગ્યે હોલિકા દહન કર્યા પછી બાંસફોધ સમુદાયના લોકો હોળીના અડધા બળેલા લાકડાને દોઢ ફૂટના ટુકડામાં કાપી નાખી છે. સવારે સાત વાગ્યે લાકડાના બે ભાગ કરવામાં આવે છે અને એકબીજા પર ફેંકવામાં આવે છે.(૪૦.૭)
હોળીની ઉજવણીઃ ગરબાના તાલે મમતા બેનરજી દાંડિયા રાસ રમ્યા
વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે
કોલકાતા,તા.૧૩: પヘમિ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ વખતે મમતા બેનર્જીનો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, પヘમિ બંગાળના મુખ્ય પ્રધાન હોળીનાં પર્વનાં ઉજવણીનો આનંદ માણતા અને દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે.
મમતા બેનર્જી આમ તો કાયમ તેમના નિવેદનો અને કેન્દ્ર સરકાર સાથેનાં સંઘર્ષને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે આ વીડિયો ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં, પヘમિ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત હોળી ઉત્સવમાં કલાકારો સાથે દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહયો છે.
આ પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની સરકાર કોઈપણ ધર્મને નુકસાન પહોંચાડવા કે અપમાન કરવાની પ્રવળતિને સહન કરશે નહીં. રાજ્ય વિધાનસભાની બહાર એલઓપી સુવેન્દુ અધિકારીની ટિપ્પણીના જવાબમાં તેમણે ગળહમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે, તો મુસ્લિમ ધારાસભ્યોને પદભ્રષ્ટ કરીને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવાની જવાબદારી બહુમતીની છે. હિન્દુઓ સહિત તમામ ધર્મોનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે, તેમણે જણાવ્યું કે રાજ્યમાં ૩૨-૩૩ ટકા મુસ્લિમો, ૮% SC અને ST અને ૬% આદિવાસીઓ છે જ્યારે બાકીના હિન્દુઓ છે. ભાજપ ધર્મના નામે ખોટું બોલી રહી છે. કળપા કરીને ધર્મના નામે જૂઠું ન બોલો.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
