News of Thursday, 13th March 2025
હોળીની ઉજવણીઃ ગરબાના તાલે મમતા બેનરજી દાંડિયા રાસ રમ્યા
વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્ના છે

કોલકાતા,તા.૧૩ઃ પડ્ઢિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ વખતે મમતા બેનર્જીનો ઍક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, પડ્ઢિમ બંગાળના મુખ્ય પ્રધાન હોળીનાં પર્વનાં ઉજવણીનો આનંદ માણતા અને દાંડિયા રમતા જોવા મળી રહ્ના છે.
મમતા બેનર્જી આમ તો કાયમ તેમના નિવેદનો અને કેન્દ્ર સરકાર સાથેનાં સંઘર્ષને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે આ વીડિયો ખૂબ જ શેર થઈ રહ્ના છે. આ વીડિયોમાં, પડ્ઢિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત હોળી ઉત્સવમાં કલાકારો સાથે દાંડિયા રમતા જોવા મળી રહ્ના છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહયો છે.
આ પહેલા મમતા બેનર્જીઍ કહ્નાં હતું કે તેમની સરકાર કોઈપણ ધર્મને નુકસાન પહોંચાડવા કે અપમાન કરવાની પ્રવૃતિને સહન કરશે નહીં. રાજ્ય વિધાનસભાની બહાર ઍલઓપી સુવેન્દુ અધિકારીની ટિપ્પણીના જવાબમાં તેમણે ગૃહમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્નાં હતું કે જો ભાજપ સત્તામાં આવશે, તો મુસ્લિમ ધારાસભ્યોને પદભ્રષ્ટ કરીને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવશે.
મમતા બેનર્જીઍ કહ્નાં કે લઘુમતીઓનું રક્ષણ કરવાની જવાબદારી બહુમતીની છે. હિન્દુઓ સહિત તમામ ધર્મોનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે, તેમણે જણાવ્યું કે રાજ્યમાં ૩૨-૩૩ ટકા મુસ્લિમો, ૮„ લ્ઘ્ અને લ્વ્ અને ૬„ આદિવાસીઓ છે જ્યારે બાકીના હિન્દુઓ છે. ભાજપ ધર્મના નામે ખોટું બોલી રહી છે. કૃપા કરીને ધર્મના નામે જૂઠું ન બોલો.(૪૦.૯)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
