<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ગુજરાતમાં ખાંડને મોરસ કેમ કહેવામાં આવે છે?: નરેન્‍દ્રભાઈએ જણાવ્‍યું મોરેશિયસ કનેક્‍શન

મોરેશિયસના પ્રવાસ દરમિયાન ગુજરાતી મૂળના લોકોને પીએમ મોદીનું સંબોધન

 

નવી દિલ્‍હીઃતા.૧૩: પીએમ મોદીએ મોરેશિયસના પોર્ટ લુઇસ શહેરમાં ભારતીય લોકોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામને સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન આપવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે મોરેશિયસ આવ્‍યા પછી તેમને એવું લાગે છે કે તેઓ પોતાના જ લોકોમાં છે. ભારત-મોરેશિયસ સંબંધો અતૂટ છે.

નરેન્‍દ્રભાઈએ ભારતીય મૂળના લોકોને સંબોધન કરતા જણાવેલ કે, ‘‘આ વખતે, મોરેશિયસમાં પણ, હોળીના રંગો એક દિવસ પછી ફેલાશે.'' ૧૪મી તારીખે ચારે બાજુ રંગોનો વરસાદ થશે.હવે હોળી છે, તો ગુજિયાની મીઠાશ આપણે કેવી રીતે ભૂલી શકીએ?

એક સમય હતો જ્‍યારે ભારતના પヘમિ ભાગમાં મીઠાઈ માટે ખાંડ પણ મોરેશિયસથી આવતી હતી. કદાચ આ જ કારણ છે કે ગુજરાતી ભાષામાં ‘ખાંડ' ને ‘મોરસ' પણ કહેવામાં આવતું હતું. સમય સાથે ભારત અને મોરેશિયસ વચ્‍ચેના સંબંધોની આ મીઠાશ વધુને વધુ વધતી જાય છે.

(2:31 PM IST)