News of Thursday, 13th March 2025
નવું ઉંબાડયું... સ્ટાલિન સરકારે બજેટમાંથી ₹ નો સિમ્બોલ હટાવ્યો
કેન્દ્ર સરકાર-તામિલનાડુ સરકાર વચ્ચે ભાષા વિવાદ વધુ ઘેરો બન્યો : દેશભરમાં ₹ નો સિમ્બોલ એ બજેટનું સત્તાવાર પ્રતિક છે ત્યારે તામિલનાડુ સરકારે તામિલ ભાષાનું પ્રતિક વાપરતા વિવાદ

ચેન્નાઈ, તા.૧૩: ભાષા વિવાદ વચ્ચે, તમિલનાડુ સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ વખતે, તમિલનાડુની સ્ટાલિન સરકારે રાજ્યના બજેટમાંથી ‘₹' પ્રતીક દૂર કરીને તેની જગ્યાએ પ્રતીક લગાવી દીધું છે.તમિલનાડુમાં ભાષા વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. હવે એમકે સ્ટાલિન સરકારે રાજ્ય સરકારના બજેટ ૨૦૨૫-૨૬માંથી રૂપિયાનું પ્રતીક દૂર કરી દીધું છે. તેની જગ્યાએ સરકારે તમિલ ભાષાનું પ્રતીક સ્થાપિત કર્યું છે.
તમને જણાવી દઈએ કે ₹ નું પ્રતીક દેશભરમાં બજેટનું સત્તાવાર પ્રતીક છે. પરંતુ તમિલનાડુ સરકારે તેને બદલી નાખ્યું છે. ₹ પ્રતીકને બદલે કરવામાં આવેલ છે. પ્રતીક તમિલ લિપિનો અક્ષર કરવામાં આવેલ છે. અહીં ખાસ વાત એ છે કે પહેલીવાર કોઈ રાજ્યએ ₹ નું પ્રતીક બદલ્યું છે.
તમિલનાડુ સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તમિલનાડુમાં હિન્દી વિરુદ્ધ રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. હકીકતમાં, તાજેતરમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને હિન્દીને બળજબરીથી લાદવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, એક એકીકળત હિન્દી ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસને કારણે પ્રાચીન ભાષાઓ અદૃશ્ય થઈ રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ કયારેય હિન્દી ભાષી વિસ્તારો નહોતા. પણ હવે તેમની મૂળ ભાષા ભૂતકાળનું પ્રતીક બની ગઈ છે.
સ્ટાલિને અન્ય રાજ્યોના લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, બીજા રાજ્યોમાં રહેતા મારા ભાઈઓ અને બહેનો, શું તમે કયારેય વિચાર્યું છે કે હિન્દી ભાષા દ્વારા કેટલી બીજી ભાષાઓ આત્મસાત થઈ ગઈ છે. મુંડારી, મારવાડી, કુરુખ, માલવી, છત્તીસગઢી, સંથાલી, કુરમાલી, ખોર્થા, મૈથિલી, અવધી, ભોજપુરી, બ્રજ, કુમાઓની, ગઢવાલી, બુંદેલી અને બીજી ઘણી ભાષાઓ હવે તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
