<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

કાશીમાં હોલીકાદહનની તૈયારી

કાશી, તા.૧૩ : આજે હોળી છે ત્યારે મોટા ભાગના લોકો સાંજના સમયે હોળીદહન કરીને પૂજા કરે છે. જોકે આજે સવારના ૧૦.૩૮ વાગ્યાથી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી ભદ્રાની છાયા છે, જેનું મુખ પૃથ્વીલોક તરફ હોવાથી આ સમય અશુભ હોવાનું શાસ્ત્રીઓનું કહેવું છે. આવા સમયે હોલિકાદહન કે પૂજા કરવાથી ફાયદો થવાને બદલે અહિત થાય છે. આથી શાસ્ત્ર મુજબ આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યા પછી જ હોલિકાદહન અને હોળીની પૂજા કરવી યોગ્ય રહેશે. આજે હોળી અને આવતી કાલે ધુળેટી છે ત્યારે હોલિકાદહન અને હોળી સંબંધિત કાર્યક્રમ માટે મુંબઈ પોલીસે ગઈ કાલે ઍડ્વાઇઝરી બહાર પાડી હતી, જે ૧૮ માર્ચ સુધી અમલમાં રહેશે. ઍડ્વાઇઝરી મુજબ સાર્વજનિક સ્થળોએ અશ્લીલ શબ્દો કે સૂત્રોનું ઉચ્ચારણ કરવું, અશ્લીલ ગીતો વગાડવા અને પાણી કે રંગ ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત રસ્તામાં જતા લોકો પર રંગીન પાણી, રંગ કે પાઉડર ફેંકનારાઓ પર પોલીસ સખત કાર્યવાહી કરશે. હોળી અને ધુળેટીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થતા હોય છે એટલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે મુંબઈભરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. (રર.૯)

(4:17 PM IST)