તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 13th March 2025
નાવિકને ઈન્કમટેક્સ તરફથી ૧૨ કરોડની નોટિસ મળી
મહાકુંભમાં નાવિકે ૩૦ કરોડની કમાણી કરી હતીઃઆ મામલો વન ટાઇમ હાઈ ઇન્કમ અને તેના પર લાગતા ટેક્સને લઈને કેટલાય સવાલો ઊભા કરે છે

નવી દિલ્હી, તા.૧૩
પ્રયાગરાજના અરૈલ ગામના નાવિક પિન્ટૂ મહરા મહાકુંભ બાદ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેમણે મેળા દરમ્યાન જોરદાર કમાણી કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, મહાકુંભ દરમ્યાન ફક્ત ૪૫ દિવસમાં ૩૦ કરોડ રૃપિયાની કમાણી કરી. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ ગઈ અને હવે એવી ખબર મળી રહી છે કે, નાવિકને ઇક્નમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી છે. આ નોટિસમાં તેમની પાસેથી ૧૨.૮ કરોડ રૃપિયાનો ટેક્સ માગ્યો છે. આ મામલો વન ટાઇમ હાઈ ઇક્નમ અને તેના પર લાગતા ટેક્સને લઈને કેટલાય સવાલો ઊભા કરે છે.
પ્રયાગરાજના રહેવાસી નાવિક પિન્ટૂ મહરાની કિસ્મત મહાકુંભ દરમ્યાન પલટાઈ ગઈ. રોજના ૫૦૦ રૃપિયા કમાતા પિન્ટૂએ ૪૫ દિવસમાં ૩૦ કરોડની કમાણી કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, *૧૩૦ હોડીવાળા આ પરિવારે કુલ ૩૦ કરોડ રૃપિયાની કમાણી કરી, એટલે કે હોડીમાંથી દરરોજ ૫૦,૦૦૦-૫૨,૦૦૦ રૃપિયાની કમાણી કરી.* પહેલા જ્યાં એક હોડીથી ૧૦૦૦-૧૨૦૦ રૃપિયા રોજના કમાતા હતા, તો વળી મહાકુંભમાં આ કમાણી કેટલાય ગણી વધી ગઈ. પણ ખુશી બાદ પિન્ટૂ પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. તેમને ઇક્નમ ટેક્સ વિભાગ તરફથી ૧૨.૮ કરોડ રૃપિયાના ટેક્સની નોટિસ મળી છે. આ નોટિસ ઇક્નમ ટેક્સ અધિનિયમ ૧૯૬૧ની કલમ ૪ અને ૬૮ અંતર્ગત મોકલવામાં આવી છે. આ ઘટના અનિયોજિત આવક પર ટેક્સના મુદ્દા પર ચર્ચા છેડાઈ ગઈ છે. હકીકતમાં જોઈએ તો, પિન્ટૂએ ખુલાસો કર્યો હતો કે, તેમણે અને તેમના પરિવારે મહાકુંભ દરમ્યાન હોડીઓ ચલાવીને ૪૫ દિવસમાં ૩૦ કરોડની કમાણી કરી હતી.
આ ઘટનાક્રમ બાદ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર છે કે નાવિકોને ઇક્નમ ટેક્સ તરફથી નોટિસ મળી છે. તેમાં ઇક્નમ ટેક્સ અધિનિયમ ૧૯૬૧ની કલમ ૪ અને ૬૮ અંતર્ગત ૧૨.૮ કરોડ રૃપિયાનો ટેક્સ માગવામાં આવ્યો છે. ફાઇનાન્શિયલ પ્લાનર અને સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ એકે મંધને જણાવ્યું કે, 'મહાકુંભ મેળા દરમ્યાન હોડી ચલાવનારા અને દરરોજ ૫૦૦ રૃપિયાની કમાણી કરનારા નાવિકે પોતાની નાણાકીય પરિસ્થિતિઓમાં નાટકીય બદલાવનો અનુભવ કર્યો છે. તેમણે અપ્રત્યાશિત રીતે આયોજન દરમ્યાન ૩૦ કરોડની કમાણી કરી. આ અચાનક ધન મહરા માટે આશ્ચર્ય તરીકે આવ્યું, જે હવે એક વર્ષની અંદર ૧૨.૮ કરોડનો ટેક્સ ચુકવવાનું કપરા કામનો સામનો કરી રહ્યા છે.'
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
