તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 13th March 2025
ભારત ઘરેલુ કોલસાના ટ્રેડિંગ માટે હવે એક્સચેંજ સ્થાપશે
કોલસા ક્ષેત્રમાં વધુ સુધારા લાવવાની જરૃર

સિંગાપુર, તા. ૧૩
ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત ખાણોમાં કોલસાના વધી રહેલા ઉત્પાદનની વચ્ચે ઘરેલુ સ્તરે ઉત્પન્ન કરાયેલ કોલસાની ખરીદી અને વેચાણ કરવા માટે કોલ ટ્રેડિંગ એક્સચેંજની India proposes to setup trading exchange for domestic coal સ્થાપના કરવાનું સરકાર વિચારી રહી છે.
નોંધનીય છે કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર ચાલુ દાયકાના પ્રારંભમાં કોલસાના ઉત્ખનન માટે ખાનગી કંપનીઓને લીલીઝંડી આપી હતી, અને વિશ્વના સૌથી મોટા માઇનર કોલ ઇન્ડિયાની વર્ષો ચાલી આવતી ઇજારાશાહી પર બ્રેક મારી હતી. ખાનગી કંપનીઓ દ્વાલા ૨૦૩૦ સુધીમાં કોલસાનું ૩૫૦-૪૦૦ મિલીયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા સેવાય છે.
"દેશમાં સ્થાનિક કોલસાની ઉપલબ્ધતામાં વધારો થવાના સંજોગોમાં, કોલસાના વેચાણ માટે સ્પર્ધાત્મક બજારોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કોલસા ક્ષેત્રમાં વધુ સુધારા લાવવાની જરૃર છે," એમ કોલસા મંત્રાલયે ૭ માર્ચના રોજ એક નોટિસમાં જણાવ્યું હતું.
કોલ ઇન્ડિયા હાલમાં ૧ અબજ ટનથી વધુ કોલસાના ઉત્ખનનમાં લગભગ ત્રણ ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે, જે ચીન પછી બીજા ક્રમનું સૌથી મોટું કોલસા માર્કેટ ધરાવે છે.
નોટિસમાં જણાવ્યુ હતુ કે પ્રસ્તાવિત એક્સચેન્જ કોમર્શિયલ માઇનર્સ અને ખાણકામ કરનારાઓને કોલ ઇન્ડિયા સહિત જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે સરપ્લસ કોલસો વેચવા માટે એક બજાર પૂરું પાડશે, અને ઉમેર્યું હતું કે તેનો હેતુ હાલના "વન-ટુ-મેની" વેચાણ મોડેલને બદલીને "મેની-ટુ-મેની" પ્લેટફોર્મમાં પરિવર્તિત કરવાનો છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
