News of Thursday, 13th March 2025
અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વૉરના ભણકારા વચ્ચે સોનાના ભાવમાં જબરો ઉછાળો: અમદાવાદ ગોલ્ડ 87 હજારને પાર
વૈશ્વિક બજારોમાં ઔંસદીઠ સોનુ 26.71 ડોલર એટલે કે 0.94 ટકા ઉછળી 2,869.51 ડોલર જ્યારે ચાંદી ઔંસદીઠ 0.03 ડોલર એટલે કે 0.07 ટકા વધી 32.35 ડોલર પહોંચ્યું

ચીનની ચીજવસ્તુઓ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફના જવાબમાં હવે બેઈજિંગ દ્વારા પણ અમેરિકી આયાત પર ટેરિફ લગાવવાની જાહેરાત બાદ હવે આ બન્ને દેશ વચ્ચે નવા ટ્રેડ વોરની દહેશતથી સમગ્ર વિશ્વનું અર્થતંત્ર દહેશતના માહોલમાં છે.
આ પગલાને લીધે આંતરરાષ્ટ્રીય બજારથી લઈ ઘરેલુ બજારોમાં સોનાના ભાવો ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે. જોકે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચૂંટણીને પગલે જ્વેલરી માર્કેટમાં કામકાજને લઈ રજા હતી. આંતતરાષ્ટ્રીય બજારોમાંથી મળેલા સંકેતો વચ્ચે અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તેજીની આગ ભભુકી ઉઠી હતી અને અમદાવાદ ખાતે સોનુ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી 87,300ની સપાટી હાંસલ કરી હતી.
અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 93,500થી રૂપિયા 1,500 વધી રૂપિયા 95,000 થયો છે. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,500 ઉછળી રૂપિયા 87,300ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,500 વધી રૂપિયા 87,000 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સતત નવા શિખરો કુદાવી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં ઔંસદીઠ સોનુ 26.71 ડોલર એટલે કે 0.94 ટકા ઉછળી 2,869.51 ડોલર જ્યારે ચાંદી ઔંસદીઠ 0.03 ડોલર એટલે કે 0.07 ટકા વધી 32.35 ડોલર પહોંચ્યું છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
