News of Friday, 14th March 2025
રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રીના ઘરે EDના ધામાઃ ર.૦૬ કરોડના સોના સાથે ર.૬૭ કરોડ રોકડ મળી

EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યાઃ રાન્યા રાવ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો
નવી દિલ્હીઃ રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14.2 કિલોગ્રામ સોનાની તસ્કરી કરતી ઝડપાઈ હતી. વારંવાર રાન્યા રાવ દુબઈની મુસાફરી કરતી હોવાથી ડીઆરઆઈ અધિકારીઓને તેના પર શંકાઓ ગઈ હતી. એકવાર તેની તપાસ કરવામાં આવી તો 14.2 કિલો સોનું ઝડપાયું હતું. પોલીસ અધિકારીની દીકરી રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી પણ છે. અત્યારે તેની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં હવે રાન્યા રાવની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે, ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સાથે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુમાં રાન્યા રાવના પતિ જતીન વિજયકુમાર હુકરી સાથે જોડાયેલા નવ સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI, ED અને DRI જેવી ત્રણ એજન્સીઓ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
