<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

ટીઆરપી ગેમ ઝોન કાંડની આગ બાદ રાજકોટના અધ્યતન રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસમાં આગથી ભારે દોડધામ મચી ગઈ 8 9 અને 10 માં માળે ફસાયેલા રહેવાસીઓ પૈકી બે પુરુષો બે મહિલાઓ અને બે બાળકોનું હેમખેમ રેસ્ક્યુ કરાયુઃ ર થી ૩ ના મોતના બિનસતાવાર અહેવાલ

જે.પી. જ્વેલર્સ, રાધિકાજવેલર્સ સહિત ખ્યાતનામ ઉદ્યોગપતિઓ આ બિલ્ડીંગમાં રહેતા હોવાનું જાણવા મળે છે, ફાયર સેફ્ટીના નિયમોનું પણ ઉલ્લંઘન ?

રાજકોટ : શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર બિગ બજારની સામે આવેલ એટલાન્ટિસ બિલ્ડીંગના સીવિંગના છઠ્ઠા માળે આગ લાગી હોવાનું જાણવા મળે છે આગ લાગ્યા બાદ બિલ્ડીંગના 7-8-9-10 ફ્લોર ઉપર લોકો રહેવાસીઓ પછાતા ભારે દોડધામ મચી જવા પામી છે આ લખાય છે ત્યારે રાજકોટના જે.પી. જ્વેલર્સ,રાધિકા જ્વેલર્સ ના પરિવાર સહિત 30 એક લોકો ફસાયા નું જાણવા મળે છે. આ વચ્ચે બે મહિલા અને બે બાળકોનું રેસક્યુ લેટર દ્વારા કરવામાં આવ્યું છે.

 આગ કાબુમાં આવ્યા આવ્યા નું કહેવાય છે પરંતુ પરિવારજનો સહિતના અન્ય ફ્લેટ ધારકોના જીવ પડીકે બંધાયા છે. આ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. આ બનાવમાં ર થી ૩ ના મોત થયાનું બિનસતાવાર અહેવાલો મળે છે.

દરમિયાન આ બિલ્ડિંગમાં ખ્યાતનામ  ઉદ્યોગપતિઓ અને જ્વેલર્સના વેપારીઓ રહેતા હોવાનું જાણવા મળે છે ફાર્મ સેફટી ના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે આમ કોર્પોરેશનની ફરી એક વખત બેદરકારી સામે આવી છે.

સી-વીંગના ૬ ઠા માળે કિશોરભાઇ ભાલારા નામના આસામીને માલીકના બંધ ફલેટમાં ફર્નીચર કામ ચાલી રહ્યું હતું આ ફલેટમાંથી આગ લાગી હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવા મળે છે.  તસ્‍વીરમાં એટલાન્સીસ ફલેટ ખાતે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ છે અને  આગ કાબુમાં લાવવા પુરતા પ્રયાસો કરી રહી છે. અનય તસ્‍વીરમાં ફલેટ ધારકો નજરે પડે છ. (તસ્‍વીર અશોક બગથરીયા)

(11:45 AM IST)