<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

મહારાષ્‍ટ્રના જલગાંવમાં ટ્રેન અને ટ્રક વચ્‍ચે અકસ્‍માતઃ ટ્રેનમાં આગ ફાટી નીકળી

ટ્રકમાં અનાજ ભરેલુ હતું, ટ્રેનના એન્‍જીનને ભારે નુકશાન

મુંબઇઃ મહારાષ્ટ્રના જલગાંવમાં આજે સવારે એક ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકમાં અનાજ ભરેલું હતું. અમરાવતી એક્સપ્રેસ જલગાંવના બોદવડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન જૂના રેલવે ફાટક પાસેથી ટ્રક પસાર થઈ રહી હતી. આ ટ્રક સીધી એક્સપ્રેસના એન્જિન સાથે અથડાઈ હતી. ટ્રકને સંપૂર્ણ નુકસાન થયું હતું.

જલગાંવ મહારાષ્ટ્રના જલગાંવમાં આજે (14 માર્ચ) એક મોટો અકસ્માત થયો હતો. સવારે 4 વાગ્યે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રકમાં અનાજ ભરેલું હતું. અમરાવતી એક્સપ્રેસ જલગાંવના બોદવડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન જૂના રેલવે ફાટક પાસેથી ટ્રક પસાર થઈ રહી હતી.

આ ટ્રક સીધી એક્સપ્રેસના એન્જિન સાથે અથડાઈ હતી. ટ્રકને સંપૂર્ણ નુકસાન થયું હતું. ટ્રેનના એન્જિનને ભારે નુકસાન થયું હતું. ટ્રેનના આગળના ભાગમાં આગ ફાટી નીકળી હતી, જો કે તેને તરત જ કાબુમાં લેવામાં આવી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી સદનસીબે ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

(12:22 PM IST)