News of Friday, 14th March 2025
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અરાજકતા:મસ્જિદમાં બૉમ્બ બ્લાસ્ટ: વરિષ્ઠ મૌલવી સહિત ચાર લોકો ઘાયલ
દક્ષિણ વઝીરિસ્તાનમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો:જમિયત ઉલેમા-એ-ઇસ્લામના જિલ્લા વડા મૌલાના અબ્દુલ્લા નદીમ અને અન્ય લોકો ઘાયલ.

કરાંચી :ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં એક વરિષ્ઠ મૌલવી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરે જણાવ્યું હતું કે દક્ષિણ વઝીરિસ્તાનમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો, જેમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામના જિલ્લા વડા મૌલાના અબ્દુલ્લા નદીમ અને અન્ય લોકો ઘાયલ થયા હતા.
અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટક મસ્જિદમાં મૌલવી માટે ભાષણ આપવા માટે બનાવેલા પ્લેટફોર્મમાં મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને વાના જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પુરાવા એકત્રિત કરી રહી છે.
ખૈબર પખ્તુનખ્વામાં પહેલા પણ મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે, ખાસ કરીને શુક્રવારની નમાજ દરમિયાન. આ દિવસે મોટી સંખ્યામાં મસ્જિદોમાં નમાઝ પઢનારા ભેગા થાય છે. ગયા મહિને, પ્રાંતના દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં JUI-S નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત છ લોકો માર્યા ગયા હતા અને 15 ઘાયલ થયા હતા.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
